આર્ટિકલ 370 હટાવ્યાના બે વર્ષ પૂર્ણ, જમ્મુ-કાશ્મીરના આ 4 મોટા ફેરફારો વિશે જાણો

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 અને 35 (A)ને સમાપ્ત થયાના બે વર્ષ પૂરા થઈ ગયા છે. (પ્રતીકાત્મક તસવીર- AP)

Jammu-Kashmir Without Article 370: આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં શું પરિવર્તન જોવા મળ્યું?

  • Share this:
    શ્રીનગર. જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)થી આર્ટિકલ-370 (Artilce 370) અને 35 (A)ને સમાપ્ત થયાના બે વર્ષ પૂરા થઈ ગયા છે. ત્યારબાદ રાજ્યને બે કેન્ર્અ શાસિત પ્રદેશો- જમ્મુ અને કાશ્મીર તથા લદાખ (Ladakh)માં વહેંચવામાં આવ્યું હતું. બંધારણના આ હિસ્સાઓના કારણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો મળ્યો હતો અને પોતાના મૂળ નિવાસીઓને નિયમ નક્કી કરવાનો અધિકાર પ્રાપ્ત હતો. જોકે, બે વર્ષ બાદ પણ ક્ષેત્રમાં રાજકીય ઉથલ-પાથલ ચાલુ છે. અનેક રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરી અપાવવા માટે કામ કરી રહ્યા છે.

    હવે એક નજર એ ચાર મોટા ફેરફાર પર જેનો સાક્ષી સમગ્ર દેશ બન્યો...

    બહારના લોકો પણ જમીન ખરીદી શકે છે- ગત વર્ષે ઓક્ટોબરમાં કેન્ર્ સરકારે અન્ય રાજ્યોમાં રહેનારા લોકો માટે પણ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાનો રસ્તો તૈયાર કરી દીધો હતો. સરકાર તરફથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન વિક્રયથી જોડાયેલા જમ્મુ-કાશ્મીર વિકાસ અધિનિયમની કલમ 17થી એ વાક્ય હટાવી દીધું હતું, જેમાં રાજ્યના સ્થાયી રહેવાસીની વાત કરવામાં આવી હતી. જોકે, આ સંશોધન બાદ પણ કેટલાક મામલાઓને બાદ કરતાં સરકારે કૃષિ જમીનને બિન-ખેડૂતોને આપવાની મંજૂરી નથી આપી.

    આ પણ વાંચો, પાકિસ્તાનમાં સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડ, વીડિયો વાયરલ થતાં વિસ્તારમાં આક્રોશ

    બહારના લોકો પણ જમીન ખરીદી શકે છે. (પ્રતીકાત્મક તસવીર- AP)


    સ્થાનિક મહિલાઓના પતિ પણ બની શકશે મૂળ નિવાસી- જુલાઈમાં થયેલા નિયમોમાં ફેરફાર બાદ જમ્મુ-કાશ્મીરના બહાર અન્ય રાજ્યોમાં લગ્ન કરનારી મહિલાઓના પતિ પણ મૂળ નિવાસી પ્રમાણ પત્ર પ્રાપ્ત કરી શકશે. તેને કારણે તેઓ ત્યાંની સંપત્તિ પણ ખરીદી શકશે કે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 15 વર્ષ સુધી રહેનારા કે 7 વર્ષ સુધી અભ્યાસ કરનારા અને ક્ષેત્રની ધોરણ-10 કે ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા લોકો અને તેમના બાળકો પણ મૂળ નિવાસીનો દરજ્જો પ્રાપ્ત કરી શકશે.

    ભારતનો તિરંગો લહેરાયો- આર્ટિકલ 370 હટ્યા બાદ શ્રીનગરના શાસકીય સચિવાલયમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો. જોકે, આ દરમિયાન રાજ્યનો પોતાનો ધ્વજ ગાયબ હતો.

    પથ્થરબાજો માટે નિયમ કડક કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)


    આ પણ વાંચો, પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

    પથ્થરબાજો માટે કડક નિયમો- 31 જુલાઈએ જાહેર આદેશ બાદ પથ્થરબાજો પાસપોર્ટ અને સરકારી સેવાઓનો લાભ નહીં લઈ શકે. જમ્મુ-કાશ્મીર પોલીસની સીઆઇડી વિંગે પથ્થરબાજી કે વિધ્વંસમાં સામેલ લોકોને પાસપોર્ટ અને સરકારી સેવાઓ માટે સિક્યુરિટી ક્લીયરન્સ આપવાની મનાઈ કરી દીધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: