જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવવાની વિરુદ્ધ થયેલી પિટિશન પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે અરજી કરનારને જોરદાર ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજી કરનારને તમામ પિટિશન પરત લેવાનું કહ્યું છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે પિટિશનકર્તાને કહ્યું કે આ કેવા પ્રકારની પિટિશન છે. તેઓએ કહ્યું કે જો તેમને કોઈ મુશ્કેલી છે તો સંશોધિત પિટિશન દાખલ કરે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે બે પિટિશનો પર સુનાવણી કરી. પહેલી પિટિશનમાં આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો તો બીજી પિટિશનમાં કાશ્મીરમાં પત્રકારો માટે સરકારનો નિયંત્રણ હટાવવાની માંગ કરવામાં આવી. પહેલી પિટિશન એમએલ શર્માએ કરી હતી. આ પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, 'સરકારે આર્ટિકલ 370 હટાવીને મનસ્વી વર્તન કર્યુ છે. આર્ટિકલ 370 હટાવવામાં સરકારે સંસદીય રસ્તો નથી અપનાવ્યો, રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે.' એમએલ શર્માની પિટિશન પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેવા પ્રકારની પિટિશન છે. મને સમજમાં નથી આવતું. તેઓએ પૂછ્યું કે પિટિશનકર્તા કેવી રાહત ઈચ્છે છે.
CJI Ranjan Gogoi says, "I read your petition for half an hour but could not understand what is this petition about." https://t.co/F6hzWshfWU
બીજી પિટિશન કાશ્મીર ટાઇમ્સની સંપાદક અનુરાધા ભસીને દાખલ કરી હતી. આ પિટિશમાં કહેવામાં આવ્યું હતું કે આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પત્રકારો પર મૂકવામાં આવેલા નિયંત્રણ સમગ્રપણે ખતમ કરી દેવા જોઈએ. એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, પ્રદેશમાં તમામ ન્યૂઝ પેપર રિલીઝ થઈ રહ્યા છે. અમે દરરોજ કંઈકને કંઈ પ્રતિબંધો હટાવી રહ્યા છે. તેની પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમારો પ્રયાસ છે કે પરિસ્થિતિઓને જોઈને પ્રતિબંધો પર હળવા કરવામાં આવે. અમે એવું જ કરી રહ્યા છીએ, સુરક્ષા દળો પર વિશ્વાસ રાખો.
જમ્મુ-કાશ્મીરમાં શું થયું?
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 370ને હટાવી દીધો હતો. તેની સાથે જ રાજ્યના પુનર્ગઠનનો રસ્તો સાફ થઈ ગયો. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પણ રજૂ કર્યુ, જે મુજબ જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવશે.