એશિયાની એક મોટી કંપની જમ્મુ-કાશ્મીરમાં લગાવશે ફેક્ટરી

કંપનીના પ્રબંધ નિર્દેશક રાજીવ કપૂરે કહ્યું કે, અમારૂ માનવું છે કે, નવા પરિવેશમાં કંપનીઓ સ્થાનિક વેપારીઓ સાથે મળી નવી શરૂઆત કરશે. વિભિન્ન રાજ્યોમાં આ પ્રકારની શરૂઆત સાથે પ્રગતિ થઈ

કંપનીના પ્રબંધ નિર્દેશક રાજીવ કપૂરે કહ્યું કે, અમારૂ માનવું છે કે, નવા પરિવેશમાં કંપનીઓ સ્થાનિક વેપારીઓ સાથે મળી નવી શરૂઆત કરશે. વિભિન્ન રાજ્યોમાં આ પ્રકારની શરૂઆત સાથે પ્રગતિ થઈ

 • Share this:
  જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35એ હટવાની પ્રક્રિયા બાદ એશિયાની સૌથી મોટી હેલમેટ મેન્યુફેક્ચરર સ્ટીલબર્ડ હાઈટેક ઈન્ડીયાએ અહીં મેન્યુફેક્ચરિંગ પ્લાંટ લગાવવાની રજૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિંકલ 370 અને તેની સાથે 35એને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ બિલ રાજ્યસભા બાદ લોકસભામાં પણ ભારે બહુમતી સાથે પાસ થઈ ગયું છે.

  કાશ્મીર ઘાટીમાં આવશે ઔદ્યોગિક ક્રાંતિ
  Steelbirdએ સરકારના પગલાનું સ્વાગત કરતા કહ્યું કે, આનાથી કાશ્મીર ઘાટીમાં નવી ઔદ્યોગિક ક્રાંતી શરૂ થશે અને સાથે ત્યાંના નાગરીકોને રોજગાર પણ મળશે.

  સ્ટીલબર્ડ હેલ્મેટ્સના ચેરમેન સુભાષ કપૂરે કહ્યું કે, આર્ટિકલ 370ને હટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવેલું બહુપ્રતિક્ષિત પગલું છે. આ શાનદાર પગલાથી હવે એ સુનિશ્ચિત થશે કે, કાશ્મીર ઘાટી ભારતની મુખ્યધારામાં સામેલ હશે અને આપણા દેશના સામુહિક વિકાસનો ભાગ બની શકશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગની વિનિર્માણ ગતિવિધિઓ કૃષિ અને હસ્તશિલ્પ સુધી સિમિત છે.

  તેમણે કહ્યું કે, અમે ઓક્ટોબરમાં થનારા રોકાણ સમ્મેલન અનુરૂપ વિનિર્માણ સંયંત્ર લગાવવાની યોજના બનાવી રહ્યા છીએ. અમને આશા છે કે, આનાથી કંપનીઓને ઘાટીમાં મુક્ત રીતે સમાન નિયમો હેઠળ કામ કરવામાં મદદ મળશે.

  કંપનીના પ્રબંધ નિર્દેશક રાજીવ કપૂરે કહ્યું કે, અમારૂ માનવું છે કે, નવા પરિવેશમાં કંપનીઓ સ્થાનિક વેપારીઓ સાથે મળી નવી શરૂઆત કરશે. વિભિન્ન રાજ્યોમાં આ પ્રકારની શરૂઆત સાથે પ્રગતિ થઈ છે. આ શરૂઆત સ્થાનીક લોકો માટે શ્રેષ્ઠ અવસર પેદા કરશે.
  Published by:kiran mehta
  First published: