ફારુકને શાહનો જવાબ - કાનપટ્ટી પર બંદૂક રાખી બહાર ન લાવી શકાય

ફારૂક અબ્દુલ્લાએ એએનઆઈને કહ્યું કે, જેવો ગેટ ખુલશે અને અમારા લોકો બહાર આવશે, અમે લડીશુ, અમે કોર્ટ જઈશુ.

ફારૂક અબ્દુલ્લાએ એએનઆઈને કહ્યું કે, જેવો ગેટ ખુલશે અને અમારા લોકો બહાર આવશે, અમે લડીશુ, અમે કોર્ટ જઈશુ.

 • Share this:
  કાશ્મીરથી આર્ટીકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફેંસના નેતા ફારુક અબ્દુલ્લાએ પોતાની ચુપ્પી તોડી છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, હું કેવી રીતે પોતાના ઘરની અંદર બેઠો રહી શકુ, જ્યારે મારૂ રાજ્ય સળગતુ હોય. મારા લોકોને જેલમાં બંધ કરવામાં આવી રહ્યા છે. આ મારૂ તે ભારત નથી, જેના પર હુ ભરોસો કરૂ છુ. ભલે તમારી કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ ધર્મ, મારૂ ભારત બધા જ માટે લોકતાંત્રિક અને સેક્યુલર છે. તો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ફારૂક અબ્દુલ્લા પોતાના મનથી ઘરમાં છે.

  લોકસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે ફારૂક અબ્દુલ્લાનો જવાબ આપતા કહ્યું, મે ત્રણ વખત સ્પષ્ટ કર્યું છે કે, અબ્દુલ્લા જી પોતાના મનથી ઘરમાં છે. તેમની ધરપકડ નથી કરવામાં આવી. તે નજરબંધ નથી. તે મોજ-મસ્તીમાં છે, તબીયત પણ સારી છે. જો તેમને આવવું ન હોય તો, કાનપટ્ટી પર બંદૂક રાખી બહાર ન લાવી શકાય.

  ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, આ પૂરી રીતે અલોકતાંત્રિક છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે તો, તેમણે રાહ કેમ ન જોઈ. અબ્દુલ્લાએ કહ્યું કે, 70 વર્ષ બાદ તેમણે દેશની પીઠમાં છરો ગોપ્યો છે.

  અબ્દુલ્લા બોલ્યા - ગ્રેનેડબાજ કે પથ્થરબાજ નહી
  ફારૂક અબ્દુલ્લાએ એએનઆઈને કહ્યું કે, જેવો ગેટ ખુલશે અને અમારા લોકો બહાર આવશે, અમે લડીશુ, અમે કોર્ટ જઈશુ. અમે બંદૂક ચલાવનાર, ગ્રેનેડ અને પથ્થર ફેંકનારા લોકો નથી. અમે શાંતીપૂર્ણ રીતે પતાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. તે અમારી હત્યા કરવા માંગે છે. હું સામે ઉભો છુ તમે મારા પીઠ પાછળ નહીં, છાતીમાં ગોળી મારી શકો છો. પરંતુ, હું આ દેશ માટે ઉભો છુ. તેમણે ભાવુક થઈ કહ્યું મારો દીકરો(ઉમર અબ્દુલ્લા) જેલમાં છે, મને નથી ખબર અને અન્ય કેટલા લોકો જેલમાં બંધ છે.

  ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ફારૂક અબ્દુલ્લાને લઈ આપવામાં આવેલા જવાબ પર નેશનલ કો્ફેંસના પ્રમુખે મંગળવારે કહ્યું કે, તેમને તેમના જ ઘરમાં કેદ કરવામાં આવ્યા હતા અને ગત બે દિવસોમાં તેમને કોઈને મળવાની મંજૂરી ન હતી. ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં કહ્યું કે, નેશનલ કોન્ફેંસના નેતા અને સાંસદ ફારૂક અબ્દુલ્લાની નથી અટકાયત કરી અને ના તેમની ધરપકડ કરી છે, તે પોતાની મરજીથી પોતાના ઘરમાં છે.

  ગૃહમંત્રીનો દાવો જૂઠો છે
  અબ્દુલ્લાએ કહ્યું, મારી અનુપસ્થિતિ વિશે ગૃહમંત્રી જે પણ દાવો કરી રહ્યા છે તે એકદમ જૂઠ છે. આ નિરાધાર છે. મને પૂરી રીતે બંધ કરવામાં આવ્યો છે. તેમણે મારા ઘરની બહાર એક ડીએસપીને ગોઠવ્યા છે. હું થોડે જ દૂર રહેતી મારી દીકરીને મળવા પણ નથી જઈ શકતો. તેમના દરવાજાની બહાર એક તાળુ લગાવેલું છે.

  તમને જણાવી દઈએ કે, ગૃહમંત્રીને આ નિવેદન રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સુપ્રિયા સુલે દ્વારા ફારૂક અબ્દુલ્લા સદનમાં ઉપસ્થિત નહી હોવાની વાત કર્યા બાદ કર્યું હતું.
  Published by:kiran mehta
  First published: