આ વસ્તુઓ માટે ભારતના ભરોસે હતું પાકિસ્તાન, હવે જાણો ત્યાંનો ભાવ

News18 Gujarati
Updated: August 11, 2019, 8:19 PM IST
આ વસ્તુઓ માટે ભારતના ભરોસે હતું પાકિસ્તાન, હવે જાણો ત્યાંનો ભાવ
પાકિસ્તાનની બજારની તસવીર

પાકિસ્તાન હોજરી મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટ્સ એસોશિએશનના ચેરમેન જાવેદ બિલવાલીએ કહ્યું કે ટેક્સટાઇલ સેક્ટર મહદ અંશે ભારતના કેમિકલ્સ અને ડાઇ પર નિર્ભર છે.

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરી દીધો છે. પરંતુ પાકિસ્તાનનો આ નિર્ણય પોતાના પર જ ભારે પડી રહ્યો છે. આર્થિક તંગીથી પસાર થઇ રહેલું પાકિસ્તાન અનેક વસ્તુ માટે ભારતના ભરોસે હતું. પરંતુ હવે કારોબાર બંધ થવાથી તેને ચીન અને કોરિયા તરફ મીટ માંડવી પડી રહી છે. જો કે આ દેશોમાંથી ઇમ્પોર્ટ કરવું પાકિસ્તાનને જ મોંઘું પડી રહ્યું છે.

પાકિસ્તાની ન્યૂઝપેપર ડોનના રિપોર્ટ પ્રમાણે ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ પ્રોસેસિંગ મિલ્સ અસોસિએશનના પૂર્વ ચેરમેન સલીમ પારેખે કહ્યું કે ભારતનો સામાન ચીન અને કોરિયન બ્રાન્ડસના મુકાબલે 30થી 35 ટકા સુધી સસ્તી હોય છે. આ સવિયા અન્ય દેશોના મુકાબલે ઇમ્પોર્ટમાં પણ ઓછો સમય લાગે છે. એટલું જ નહીં સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ કોરિયા અને ચીનના પ્રોડક્ટ્સથી ઓછો હોય છે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ 3 રાશિનાં જાતકોએ પહેરવો હાથમાં લાલ દોરો, થશે હનુમાન દાદાની કૃપા

પાકિસ્તાન હોજરી મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટ્સ એસોશિએશનના ચેરમેન જાવેદ બિલવાલીએ કહ્યું કે ટેક્સટાઇલ સેક્ટર મહદ અંશે ભારતના કેમિકલ્સ અને ડાઇ પર નિર્ભર છે. ભારત સાથે વેપારી સંબંધો તોડ્યા બાદ હવે દુબઇના રસ્તેથી ભારતનો સામાન આવવાનો ડર છે. આવું થવાથી ભારતીય પ્રોડક્ટ્સ ચીન અને અન્ય દેશોની સરખામણીએ 15થી 20 ટકા સસ્તા હોય છે.

એફબી એરિયા એસોસિએશન ઓફ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ખુર્શીદ અહમદે કહ્યું કે ટેક્સટાઇલ સેક્ટર હવે ભારતના બદલે ચીન અને પૂર્વ એશિયાઇ દેશોમાંથી ઇમ્પોર્ટ કરશે, પરંતુ આ મોંઘું પડશે. આ સિવાય પાકિસ્તાન ચા પણ ભારતમાંથી મગાવતું હતું. પાકિસ્તાન ચા એસોસિએશનના ચેરમેન શોએબ પરાચાએ કહ્યું કે હવે પાકિસ્તાનને ભારતના વિકલ્પ માટે વિયેતનામ અને આફ્રીકન દેશો તરફ વળવું પડશે, પાકિસ્તાનના કુલ ચા ઇમ્પોર્ટમાં 5 ટકા ભાગ ભારતનો હતો.
First published: August 11, 2019, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading