Home /News /national-international /

370 પર અધીર રંજનના નિવેદનથી ઘેરાઈ કોંગ્રેંસ, સોનિયા ગાંધીનું રિએક્શન

370 પર અધીર રંજનના નિવેદનથી ઘેરાઈ કોંગ્રેંસ, સોનિયા ગાંધીનું રિએક્શન

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ PoK (પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર)ને ભારતનો ભાગ નથી માનતુ

કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, કાશ્મીર ભારતનો અંદરનો મામલો નથી. આ એક દ્વીપક્ષિય મામલો છે

    જમ્મુ-કાશ્મીરને સ્પેશ્યલ સ્ટેટસ આપનાર સંવિધાનના આર્ટિકલ 370ને ખતમ કરવા અને કાશ્મીરને બે ભાગ કરવાવાળા બિલ પર લોકસભામાં ધમાસણ મચી છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલનો કડક વિરોધ કર્યો, પરંતુ આ દરમિયાન કોંગ્રેસ પોતાના જ એક નિવેદન પર ઘેરાઈ ગઈ છે.

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, કાશ્મીર ભારતનો અંદરનો મામલો નથી. આ એક દ્વીપક્ષિય મામલો છે અને સંયુક્ત રાષ્ટ્ર 1948થી તેના પર મોનિટરિંગ કરી રહ્યું છે. અધીરના આ સેલ્ફ ગોલથી સદનમાં કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી થવા લાગી. અધીર રંજનની બાજુમાં બેઠેલા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના ચેરપર્સન સોનિયા ગાંધી પણ આ નિવેદનથી હેરાન જોવા મળ્યા. તેમના રિએક્શનમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, તે અધીર રંજનના નિવેદનથી બિલકુલ સહમત નથી અને ખાસા નારાજ જોવા મળ્યા. જોકે, સોનિયા ગાંધીએ મનીષ તિવારીના ભાષણના વખાણ કર્યા અને કહ્યું કે, મનીષ તિવારીએ પાર્ટીના પક્ષને સારી રીતે વાચા આપી.

    અધીર રંજને શું કહ્યું?
    અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તમે (અમીત શાહ) હમણા કહ્યું કે, કાશ્મીર અંદરનો મામલો છે, પરંતુ અહીં હજુ પણ સંયુક્ત રાષ્ટ્ર 1948થી મોનિટરિંગ કરતુ આવી રહ્યું છે. એવામાં આ આંતરીક મામલો કેવી રીતે હોઈ શકે છે. બસ કોંગ્રેસ નેતા આ નિવેદન પર ગૃહમંત્રી સહિત અન્ય નેતા ભડકી ઉઠ્યા.

    અમિત શાહે આપ્યો જવાબ
    અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ PoK (પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર)ને ભારતનો ભાગ નથી માનતુ, અમે તેના માટે જીવ આપવા પણ તૈયાર છીએ. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો મતલબ PoK અને અક્સાઈ ચીનથી પણ છે, કેમ કે તેમાં બોને સમાહિત છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આજના પ્રસ્તાવ અને બિલ ભારતના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આ મહાન સદન તેવના પર વિચાર કરવા જઈ રહ્યું છે.

    વિપક્ષને જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, આ પોલિટિકલ વસ્તુ નથી. આ કાયદાકીય વિષય છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, તેના મુદ્દે કોઈ કાયદાકીય વિવાદ નથી. ભારત અને જમ્મુ કાશ્મિરના સંવિધાનમાં ખુબ સ્પષ્ટ છે કે, તે ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરમાં સંવિધાનના આર્ટિકલ 1ના તમામ આર્ટિકલ લાગૂ છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, ભારત એક તમામ રાજ્યોનું સંઘ છે. શાહે અધીર રંજનને પુછ્યું કે, તમે એવું જ ઈચ્છો છો કે, યૂએન જમ્મુ-કાશ્મીર પર મોનિટરિંગ કરે?
    Published by:kiran mehta
    First published:

    Tags: Article 370, Not, Parliament, Sonia Gandhi, કાશ્મીર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन