કાશ્મીરને જમીન અને સ્થાયી નિવાસ પર વિશેષ દરજ્જો આપતી કલમ 35Aને ખતમ કરવાની અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને ચેતાવણી આપી છે. ઉમરે સોમવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર આવો નિર્ણય કરે છે તો, ઘાટીમાં અરૂણાચલ કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ થઈ જશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે, 35Aનો મામલો હવે સુપ્રિમ કોર્ટના દરવાજા પર પણ છે. કોર્ટ આ અઠવાડીએ જ આ મુદ્દે સુનાવણી કરશે.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગવર્નરની જવાબદારી પ્રદેશમાં ચૂંટણી કરાવવાની જ છે. જેથી ચૂંટણી જ કરાવે, લોકોને આનો નિર્ણય લેવા દો. નવી સરકાર ખુદ જ આર્ટિકલ 35Aને સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરશે.
મોદીને આપી કાશ્મીરમાં સમય પર ચૂંટણી કરાવવાની ચેતાવણી અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પાંચ વર્ષ બાદ ચૂંટણી કરાવી શકવાની પરિસ્થિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચી વળવાનું પરિક્ષણ હશે. અબ્દુલ્લાએ ટ્વિટર પર કહ્યું કે, શું મોદી સરકાર અલગાવવાદી તાકતો અને આતંકીઓ સામે ઘુંટણે પડી જશે, જે જમ્મુ-કાશ્મીરમાં હંમેશા ચૂંટણીમાં રોડા નાખવાનું કામ કરી ચૂંટણીમાં વિક્ષેપ પાડે છે અથવા પછી ચૂંટણી નિર્ધારિત સમય પર જ થશે? આ સમય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિતેલા પાંચ વર્ષમાં કાશ્મીરને સંભાળવાની પરખનો છે. અબ્દુલ્લાએ તે મીડિયા રિપોર્ટ્સ પર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના નિર્વાચિન આયુક્ત એ વાતનો નિર્ણય કરશે કે રાજ્યમાં લોકસભા ચૂંટણી સાથે રાજ્યની ચૂંટણી પણ કરાવવામાં આવે. અબ્દુલ્લાએ કહ્યું કે, એક વખતના સમયને છોડીને રાજ્યમાં 1995-96થી ચૂંટણી નિર્ધારિત અવધિમાં જ થતી રહી છે.
સુપ્રિમ કોર્ટમાં 35A પર આ અઠવાડીયામાં જ સુનાવણી જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 35Aની વૈધતાને પડકાર આપનારી અરજી પર સુપ્રિમ કોર્ટ આ અઠવાડીએ જ સુનાવણી કરશે. સુપ્રિમ કોર્ટે 26-28 ફેબ્રુઆરી વચ્ચે આ મામલે સુનાવણી માટે સુચિબદ્ધ કરી છે. સૂત્રો અનુસાર, મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા આર્ટિકલ 35A પર કડક પગલું ભરી શકે છે. આર્ટિકલ 370ને હટાવવું હંમેશા બીજેપીનું રાજનૈતિક સ્ટેન્ડ પણ રહ્યું છે. જોકે, બીજેપીની સહયોગી જેડીયુ અને અકાલી દળ આનો વિરોધ કરી રહ્યા છે.
ડેમોગ્રાફીના તર્ક પર કેટલાક રાજનૈતિક દળ કરી રહ્યા છે વિરોધ તમને જણાવી દઈએ કે, કેટલાક રાજનૈતિક દળ અને સંગઠન ડેમોગ્રાફીમાં ફેરફારનો હવાલો આપી આર્ટિકલ 35Aને ખતમ કરવાના વિરોધમાં છે. પ્રદેશના પૂર્વ સીએમએ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર જો આવું કોઈ પગલું ભરશે તો, અહીં પરિસ્થિતિ બગડી શકે છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, આ કોઈ ધમકી નથી. હું માત્ર સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે, આને ધમકી ના સમજવામાં આવે, આ એક ચેતાવણી છે. આર્ટિકલ 35A સાથે છેડછાડ કરવામાં આવશે તો, અહીં અરૂણાચલ પ્રદેશ કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર