પુલવામા હુમલાખોરનો ભાઈ ઝડપાયો, કર્યો મોટો ખુલાસો, સુરક્ષાદળોની ચિંતા વધી

News18 Gujarati
Updated: February 2, 2020, 9:42 PM IST
પુલવામા હુમલાખોરનો ભાઈ ઝડપાયો, કર્યો મોટો ખુલાસો, સુરક્ષાદળોની ચિંતા વધી
જમ્મુ કાશ્મીર પોલીસે આઇજી વિજય કુમારને પ્રેસ કોન્ફરેન્સમાં જણાવ્યું હતું કે રિયાઝ નાયકૂને પોલીસ અને સુરક્ષાબળ ગત 6 મહિનાથી શોધી રહી હતી. તેની પર નજર રાખીને બેઠી હતી. અને સંપૂર્ણ જાણકારી મળ્યા પછી યોજનાબદ્ધ રીતે તેને મારવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી 27 ઓપરેશન દ્વારા 64 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે.

પૂછતાછ દરમિયાન તેણે કબુલ્યું કે, આતંકવાદીઓ પાસે સામાન્ય બખ્તરબંધ ગાડીઓને ભેદી શકવામાં સક્ષમ 'સ્ટીલની કારતૂસ' સહિત મોટી માત્રામાં ગોળાબારૂદ

  • Share this:
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં આત્મઘાતી હુમલો કરી 40 સીઆરપીએફ જવાનોને શહીદ કરનાર આદિલ ડારના ભાઈ સમીર ડારે પૂછતાછમાં મોટો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે, ડિસેમ્બર 2019માં પણ તેણે પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ઘાટીમાં પહોંચાડ્યા હતા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.

સમીરને પોલીસે શુક્રવારે તે સમયે ઝડપ્યો જ્યારે જૈશના આતંકીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીબારીની ઘટનાને અંજામ અપ્યા બાદ તે નાગરોટાથી ભાગી રહ્યો હતો.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા સ્થિત કાકપોરા વિસ્તારના રહેવાસી સમીરે સ્વીકાર કર્યો છે કે, તેણે ગત વર્ષે સફળતાપૂર્વક જૈશના આતંકીઓને પુલવામા સુધી પહોંચાડ્યા હતા.

સમીરે દાવો કર્યો કે, પુલવામા છોડ્યા બાદ આતંકીઓના ઠેકાણાની તેને જાણકારી નથી. જોકે, પૂછતાછ દરમિયાન તેણે કબુલ્યું કે, આતંકવાદીઓ પાસે સામાન્ય બખ્તરબંધ ગાડીઓને ભેદી શકવામાં સક્ષમ 'સ્ટીલની કારતૂસ' સહિત મોટી માત્રામાં ગોળાબારૂદ હતા.

ખુલાસાથી વધી સુરક્ષાદળોની ચિંતા
સમીરના ખુલાસાથી પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરી રહેલા સીમા સુરક્ષાદળ (બીએસએફ) સહિત સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે, જે અત્યાર સુધીમાં અંતરવિભાગીય બેઠકમાં ઘુસણખોરીથી ઈનકાર કરતા રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ સમીરના ભાઈ આદિલે વિસ્ફોટકથી ભરેલી કારમાં સીઆરપીએફની બસની નજીક ધમાકો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. સીમા પર ઘુસણખોરી ચાલુ છે, અધિકારીઓએ જણાવ્યું કે, સમીરે જણાવ્યું કે, સીમા પર ઘુસણખોરી ચાલુ છે, અને આતંકવાદી દક્ષિણ કાશ્મીરથી વિભિન્ન વિસ્તારો ખાસ કરીને પલવામાના ત્રાલ વિસ્તારમાં સક્રિય છે. સમીર અનુસાર, આતંકવાદીઓને દક્ષિણ કાશ્મીરના કરીમાબાદ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા.

અધિકારીઓએ કહ્યું કે, ધરપકડ કરાયેલા આતંકવાદીએ જૈશ આતંકવાદીઓ પાસે કઈ પ્રકારના હથિયાર છે તેની જાણકારી આપી છે, જેનાથી સંકેત મળે છે કે, સંગઠન પાસે એમ-4 કાર્બાઈન અને સ્ટીલ કારતૂસ છે.

તેમણે જણાવ્યું કે, સ્ટીલના કારતૂસ બુલેટ પ્રૂફ બંકરને પણ ભેદી શકે છે, જેનો ઉપયોગ આતંકવાદ નિરોધક કાર્યવાહી દરમિયાન થાય છે.
First published: February 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading