લશ્કરનાં આંતકીનો ખુલાસો, સુરક્ષા દળ પર હુમલો કરવા ઘુસ્યા હતા

News18 Gujarati
Updated: May 8, 2018, 9:22 AM IST
લશ્કરનાં આંતકીનો ખુલાસો, સુરક્ષા દળ પર હુમલો કરવા ઘુસ્યા હતા
સુરક્ષાદળે 6 એપ્રિલનાં રોજ જમ્મૂ કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં જુગિયાલ ગામથી જબીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી

સુરક્ષાદળે 6 એપ્રિલનાં રોજ જમ્મૂ કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં જુગિયાલ ગામથી જબીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી

  • Share this:
નવી દિલ્હી: આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદીની ધરપકડ થઇ ગઇ છએ. જબીઉલ્લા નામનાં આ આતંકવાદીની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા  સખત પૂછપરછ કરવામાં આવી હતી. તો તેણે સુરક્ષાદળ પર 'ભારે માત્રામાં હુમલો' કરવા માટે ભારતમાં ઘુસ્યા હોવાનો સ્ફોટક ખુલાસો કર્યો હતો.

NIA દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, જબીઉલ્લાએ પૂછપરછ દરમિયાન કહ્યું કે, આ વર્ષે માર્ચ મહિનામાં લશ્કરનાં પાંચ અન્ય સભ્યોની સાથે મળીને તેણે
સુરક્ષાદળને નિશઆન બનાવવા માટે હથિયાર ભારતમાં ઘુસાડ્યા હતાં. પણ હુમલો કરતાં પહેલાં જ તેની સુરક્ષા દળ સાથે છપાછપી થઇ હતી. જેમાં તેની ટીમનાં સભ્યો માર્યા ગયા હતાં. ટીમનાં સભ્યોનાં માર્યા ગયા બાદ તે ઘટના સ્થળેથી ફરાર થવામાં કામિયાબ રહ્યો હતો.

જે બાદ સુરક્ષાદળે 6 એપ્રિલનાં રોજ જમ્મૂ કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં જુગિયાલ ગામથી જબીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી.

 
First published: May 8, 2018
વધુ વાંચો
अगली ख़बर