બાળકોના અશ્લીલ વીડિયો બનાવીને પોર્ન સાઇટ્સ પર વેચનાર રામ ભવને, CBI તપાસમાં કહી આ વાત

બાળકોના અશ્લીલ વીડિયો બનાવીને પોર્ન સાઇટ્સ પર વેચનાર રામ ભવને, CBI તપાસમાં કહી આ વાત
અપરાધી રામ ભવન

સીબીઆઇ મુજબ આરોપીએ ગત 10 વર્ષોમાં બાંદા, ચિત્રકૂટમાં 50થી વધુ બાળકોનું યૌન શોષણ કરી ચૂક્યો છે અને તેમનો વીડિયો પણ બનાવી ચૂક્યો છે.

  • Share this:
    સીબીઆઇ, નવી દિલ્હીના સ્પેશ્યલ યુનિટ ઓનલાઇન ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યૂઝ એન્ડ એક્સપ્લૉઇટેશન પ્રિવેંશન/ઇન્વેસ્ટિગેશન (OCSAE)એ ચિત્રકૂટ (Chitrakoot)થી સિંચાઇ વિભાગ (Irrigation Department)ના એક જૂનિયર ઇન્જિનિયર રામ ભવન (Junior Engineer Ram Bhavan)ની ધરપકડ કરી છે. ચાઇલ્ડ રેપ (Child Rape) અને ઓનલાઇન પોર્નોગ્રાફી (Online Pornogrphy)ના ગંભીર આરોપ તેના પર લાગ્યા છે.

    સીબીઆઇ ટીમે આરોપી રામ ભવનની પાસેથી 8 લાખ રૂપિયા, ચાઇલ્ડ પૉર્નોગ્રાફી સંબંધિત લેપટેપ, વેબકેમ, વીડિયો સ્ટોર કરનાર ડિવાઇઝ મેળવ્યા છે. અને રામ ભવનની ધરપકડ પછી યોગી સરકારે ત્વરિત કાર્યવાહી કરતા તેની નોકરીથી નીકાળ્યો છે. સાથે જ વિભાગીય તપાસના આદેશ પણ આપ્યા છે.


    જાણકારી મુજબ સીબીઆઇની ટીમ પ્રયાગરાજથી પણ એક વ્યક્તિની પૂછપરછમાં જોડાઇ છે. સુત્રો મુજબ આ વ્યક્તિની પાસે જૂનિયર એન્જિનિયર વીડિયો લઇને જતા હતો અને તે આને એડિટ કરીને ડાર્કવેબમાં અપલોડ કરતો હતો. આ મામલે તેની પણ ધરપકડ થવાની સંભાવના છે.

    સીબીઆઇ મુજબ આરોપીએ ગત 10 વર્ષોમાં બાંદા, ચિત્રકૂટમાં 50થી વધુ બાળકોનું યૌન શોષણ કરી ચૂક્યો છે અને તેમનો વીડિયો પણ બનાવી ચૂક્યો છે. સીબીઆઇ જણાવ્યા મુજબ આ વીડિયોને તેણે ડાર્કવેબ પર વેચીને ખૂબ પૈસા કમાયા છે. સીબીઆઇ મુજબ રામભવન આ વીડિયોને દેશ અને વિદેશમાં પણ અનેક લોકોને વેચી ચૂક્યો છે. આરોપીના ઇમેલ રેકોર્ડથી વીડિયો ભેજવા અને રકમ લેવાની પુષ્ટી થઇ ચૂકી છે. ધરપકડ પછી જૂનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી જૂનિયર ઇન્જિનિયર ચિત્રકૂટ, બાંદા અને હમીરપુર જિલ્લામાં 5 થી 16 વર્ષની આયુના બાળકોને પોતાનો નિશાનો બનાવતા હતા.

    વધુ વાંચો : આટલી બધી બદલાઇ ગઇ છે 'બજરંગી ભાઇજાન'ની મુન્ની, વાયરલ થયા Photos

    ધરપકડ પછી જૂનિયર એન્જિનિયરને જેલમાં મોકલવામાં આવ્યો છે. અને જલ્દી જ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. તેની તલાશી દરમિયાન તેની પાસેથી 8 મોબાઇલ, લગભગ 8 લાખ રૂપિયા કેશ, સેક્સ ટોપ, લેપટોપ અને મોટી માત્રામાં બાળકો સંબંધિત અશ્લિલ સામગ્રી અને અન્ય ડિજિટલ પુરાવા પણ મળ્યા છે. જાણવા મળ્યું છે કે રામ ભવન ગત 10 વર્ષથી આ પ્રકારના કામોમાં જોડાયેલો હતો.

    પુછપરછ કરવામાં તેણે કહ્યું કે તેને બાળકોને આ માટે મોં બંધ રાખવા મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ આપ્યો હતા. આ મામલે બાંદાના એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ કહ્યું કે સિંચાઇ વિભાગે 377 આઇપીસી પોક્સો એક્ટની ધારા મુજબ કેસ દાખલ કર્યો છે.
    Published by:Chaitali Shukla
    First published:November 18, 2020, 14:49 pm

    ટૉપ ન્યૂઝ