આર્મી બૅઝ પાસે આલીશાન ઘર બનાવી રહ્યો હતો આતંકવાદીઓ સાથે પકડાયેલો DSP દવિન્દર સિંહ

News18 Gujarati
Updated: January 14, 2020, 8:08 AM IST
આર્મી બૅઝ પાસે આલીશાન ઘર બનાવી રહ્યો હતો આતંકવાદીઓ સાથે પકડાયેલો DSP દવિન્દર સિંહ
પકડાયેલા DSP દવિન્દર સિંહે પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા હોવાની ચર્ચા, પોલીસે ફરી ઘરની કરી તપાસ

પકડાયેલા DSP દવિન્દર સિંહે પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા હોવાની ચર્ચા, પોલીસે ફરી ઘરની કરી તપાસ

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં શનિવારે સુરક્ષાદળોએ હિજબુલ મુજાહિદીન (Hizbul Mujahideen)ના આતંકવાદીઓ સાથે પોલીસ અધિકારી દવિન્દર સિંહની ધરપકડ કરી. દવિંદર સિંહથી ટૂંક સમયમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને રૉ (RAW)ની ટીમ પૂછપરછ કરવાની છે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે દવિન્દરનો રાષ્ટ્રપતિ મૅડલ પણ છીનવાઈ શકે છે. આ દરમિયાન એવો પણ ખુલાસો થયો છે કે દવિન્દર સિંહ શ્રીનગર (Srinagar)માં આર્મી બેઝની પાસે પોતાનું એક ઘર પણ બનાવી રહ્યો હતો.

ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, દવિન્દર સિંહ શ્રીનગરના ઈન્દિરાનગર વિસ્તારમાં એક આલીશાન ઘર બનાવી રહ્યો હતો. નોંધનીય છે કે, આ વિસ્તાર શ્રીનગરનું સૌથી સુરક્ષિત ક્ષેત્ર માનવામાં આવે છે. દવિન્દરનું આ ઘર 2017થી તૈયાર થઈ રહ્યું છે. આ ઘરની દીવાલ 15 કૉર્પ્સના હેડક્વાર્ટરથી લાગેલી છે.

ભાડાના ઘરે રહેતો હતો પરિવાર

રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે દવિન્દર છેલ્લા પાંચ વર્ષથી પોતાના કોઈ સંબંધીના ઘરમાં ભાડે રહેતો હતો. પોલીસે દવિંદરના ઘરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.

નોંધનીય છે કે, દવિન્દર સિંહને બે બાળકો છે. તેની મોટી દીકરી બાંગ્લાદેશમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે અને દીકરો કાશ્મીરની જાણીતી બર્ન હૉલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.

પોલીસે ફરી કરી તપાસબીજી તરફ, પોલીસે સોમવારે દવિન્દર સિંહના ઘરે ફરીથી તપાસ કરી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન સિંહે કરેલા ખુલાસા બાદ ઈન્દિરાનગર આવાસ પર દરોડા પાડવામાં આવ્યા. સિંહના ઘરેથી કેવા પ્રકારની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેના વિશે અધિકારીએ જણાવવાનો ઈન્કાર કરી દીધો. અત્યંય સુરક્ષાવાળા શ્રીનગર એરપોર્ટ પર તૈનાત દવિન્દર સિંહની હિજબુલ મુજાહિદીનના આતંકી નવીદ બાબૂ અને અલ્તાફની સાથે શનિવારે ત્યારે ધરપકડ કરી હતી જ્યારે તેઓ કારથી તેમને શ્રીનગરથી દક્ષિણ કાશ્મીર લઈ જઈ રહ્યો હતો.

આ પણ વાંચો, DSP દવિંદર સિંહની આતંકીઓ સાથે 12 લાખમાં થઈ હતી ડીલ, મદદ કરવા ઑફિસથી લીધી હતી રજા : રિપોર્ટ
First published: January 14, 2020, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading