DSP દવિંદર સિંહની આતંકીઓ સાથે 12 લાખમાં થઈ હતી ડીલ, મદદ કરવા ઑફિસથી લીધી હતી રજા : રિપોર્ટ

News18 Gujarati
Updated: January 13, 2020, 1:22 PM IST
DSP દવિંદર સિંહની આતંકીઓ સાથે 12 લાખમાં થઈ હતી ડીલ, મદદ કરવા ઑફિસથી લીધી હતી રજા : રિપોર્ટ
આતંકવાદીઓને સુરક્ષિત ચંદીગઢ પહોંચાડવા માટે ડીએસપીએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી

આતંકવાદીઓને સુરક્ષિત ચંદીગઢ પહોંચાડવા માટે ડીએસપીએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી

  • Share this:
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં શનિવારે હિજબુલ મુજાહિદીન (Hizbul Mujahideen)ના આતંકવાદીઓ સાથે પકડાયેલા પોલીસ અધિકારી દવિંદર સિંહ (DSP Davinder Singh)ને લઈને વધુ એક જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આતંકવાદીઓ અને દવિંદર સિંહની વચ્ચે 12 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. કાશ્મીરના પુલવામામાં ધરપકડ કરાયેલા દવિંદર સિંહ સાથે હાલમાં પૂછપરછ ચાલી રહી છે. આ પહેલા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પોલીસ અધિકારીનું સંસદ હુમલામાં ફાંસી પર ચડાવવામાં આવેલા આતંકવાદી અફજલ ગુરુ સાથે પણ કનેક્શન હતું.

12 લાખની ડીલ

દૈનિક જાગરણે પોલીસ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે કારમાં સવાર આતંકવાદીઓ સાથે DSPએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી. તેના બદલે તેણે આતંકવાદીઓને સુરક્ષિત ચંદીગઢ પહોંચાડવાનો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીલને પૂરી કરવા માટે દવિંદર સિંહે ઑફિસમાંથી ચાર દિવસની રજા પણ લીધી હતી. આ ઉપરાંત અખબારે એવો પણ દાવો કર્યો છે કે કુખ્યાત આતંકવાદીઓ માટે હથિયારોની ડીલ કરવાની જવાબદારી પણ DSPની પાસે હતી.

અફજલ ગુરુ સાથે કનેક્શન

કહેવામાં આવી રહ્યું છે કે, દવિંદર સિંહનું કનેક્શન સંસદ હુમલાના દોષી અફજલ ગુરુ સાથે પણ હતા. સૂત્રો મુજબ, વર્ષ 2004માં અફજલ ગુરુએ પોતાના વકીલ સુશીલ કુમારને એક પત્ર લખ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દવિંદરે મોહમ્મદ નામના એક શખ્સને દિલ્હીમાં ભાડાનું ઘર અને કાર ખરીદીને આપવા માટે કહ્યું હતું. મોહમ્મદ પણ સંસદ પર હુમલામાં સામેલ હતાો. જ્યારે અફજલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

DSP દવિંદર સિંહેને મળ્યો હતો મેડલDSP દવિંદર સિંહ હાલમાં શ્રીનગર એરપોર્ટ પર તૈનાત હતા. અ પહેલા તેઓ જમ્મુ-કાશ્મીર પોલીસમાં એન્ટી હાઇજેકિંગના સભ્ય હતા. આ ઉપરાંત તેઓ પોલીસ આફિસર સ્પેશલ ઑપરેશન ગ્રુપ (SOG)માં ઇન્સ્પેક્ટ રહ્યા છે. સફળ એન્ટી-ટેરર ઑપરેશન બાદ તેમને DSP બનાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે તેમને 15 ઑગસ્ટે રાષ્ટ્રપતિથી મેડલ પણ મળ્યું હતું.

આ પણ વાંચો, AAPના કૅમ્પેન સૉંગમાં મનોજ તિવારીનો વીડિયો! BJPએ 500 કરોડનું વળતર માંગ્યું
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर