Home /News /national-international /આર્મીનું આ ડોગ ગોળીઓ વાગ્યા પછી પણ લડતું રહ્યું, જાણો ડોગને કેવી આપવામાં આવે છે ટ્રેનિંગ

આર્મીનું આ ડોગ ગોળીઓ વાગ્યા પછી પણ લડતું રહ્યું, જાણો ડોગને કેવી આપવામાં આવે છે ટ્રેનિંગ

સર્ચ અભિયાનમાં સેનાએ ઝૂમને ઉતાર્યું હતું.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભારતીય સેનાનું એક કૂતરું ગંભીર રીતે ઘાયલ થયું છે. આર્મીને રવિવારે રાતે દક્ષિણ કાશ્મીર જિલ્લાના તંગપાવ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. તે પછીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્ચ અભિયાનમાં સેનાએ પોતાના લડાકૂ સિપાહી તરીકે જાણીતા આ ઝૂમ(કૂતરાનું નામ)ને ઉતાર્યું હતું.

વધુ જુઓ ...
    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભારતીય સેનાનું એક કૂતરું ગંભીર રીતે ઘાયલ થયું છે. આર્મીને રવિવારે રાતે દક્ષિણ કાશ્મીર જિલ્લાના તંગપાવ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. તે પછીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્ચ અભિયાનમાં સેનાએ પોતાના લડાકૂ સિપાહી તરીકે જાણીતા આ ઝૂમ(કૂતરાનું નામ)ને ઉતાર્યું હતું. ઝૂમને તે ઘરને ખાલી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓ છુપાયા હતા. કૂતરુ ઘરની અંદર ગયું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો. ઓપરેશન દરમિયાન કૂતરાને બે વખત ગોળી વાગી અને તે ગંભીર રીતે ઘાયલ થયું છે.

    આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભારતીય સેનાના ડોગને ઈજા થઈ હતી.


    આર્મીની વેટરનરી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

    અધિકારીઓ ઝૂમ અંગે માહિતી આપતા જણાવ્યું કે તે આ પહેલા ઘણા સક્રિય અભિયાનોનો હિસ્સો રહ્યું છે. તેમણે કહ્યું કે ઝૂમે આતંકવાદીઓની ઓળખ કર્યા પછી આતંકવાદી પર હુમલો કર્યો, આ દરમિયાન તેને બે ગોળીઓ વાગી. ગોળી વાગ્યા પછી પણ ઝૂમ લડતું રહ્યું અને પોતાનું કામ પુરુ કર્યું, જેના પગલે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ બહાદુર કૂતરાને આર્મીની વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઝૂમને આતંકવાદીઓની ઓળખ કરવા માટે અને તેમને ખત્મ કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે બે સૈનિક પણ ઘાયલ થયા છે.

    સેનાએ તેના બહાદૂર કૂતરાની ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો છે. ટ્રેનિંગ વીડિયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે વિશ્વનો કોઈ પણ આતંકી ઝૂમથી બચી ન શકે. એવી સખ્ત ટ્રેનિંગ આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ  જમ્મુ કાશ્મીર: 3 દિવસમાં જ સેનાએ લીધો બદલો, SPOની હત્યા કરનારા 4 આતંકીઓને પતાવી દીધા, માહોલ ગંભીર



    30 જુલાઈએ એક્સલ પણ આ જ રીતે ઘાયલ થયું હતું

    ઝૂમ પહેલા આ વર્ષે 30 જુલાઈએ આર્મી ડોગ એક્સલ પણ આ રીતે આતંકીઓએ કરેલા હુમલામાં ઘાયલ થયું હતું. પોતાની બહાદૂર બતાવ્યા પછી એક્સલ શહીદ થઈ ગયું હતું. એક્સલને આઝાદીની 75મી વર્ષગાંઠના પ્રસંગે મરણોપરાંત વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સેનાના કૂતરાઓની પણ એક મોટી ફોજ છે. ભારતીય સેના તેની બટાલિયન કૂતરાઓની વિવિધ જાતોને રાખે છે. તેમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, બેલ્જિયમ માલિંસ અને ગ્રેટ માઉન્ટેન સ્વિગ ડોગ સામેલ છે. આ કૂતરાઓની અલગ-અલગ ડ્યૂટી હોય છે. જેમાં ડ્યુટી, પેટ્રોલિંગ, વિસ્ફોટકોને સુંઘવા, ડ્રગ્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓને સૂંઘવી વગેરે સામેલ છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Dog, Jammu kashmiar, Jammu Kashmir Administration, ભારતીય સેના Indian Army

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन