Home /News /national-international /સેનાનું આધુનિકરણ અને સ્વદેશી હથિયાર, રાજનાથ સામે છે આ 6 પડકાર

સેનાનું આધુનિકરણ અને સ્વદેશી હથિયાર, રાજનાથ સામે છે આ 6 પડકાર

રાજનાથ સિંહની ફાઇલ તસવીર

દેશના રક્ષા ક્ષેત્રને લાંબા સમયથી રાજનાથ સિંહ જેવા નેતાની જરૂર હતી. રક્ષા ક્ષેત્રને લાંબા સમયથી આધુનિકરણની જરૂરિયાત છે. આ સાથે રણનીતિને લગતા સુધારામાં પણ અનુભવી નેતા રાજનાથ બદલાવ લાવી શકે છે.

ન્યૂઝ 18 ગુજરાતી : દેશના રક્ષા ક્ષેત્રને લાંબા સમયથી રાજનાથ સિંહ જેવા નેતાની જરૂર હતી. રક્ષા ક્ષેત્રને લાંબા સમયથી આધુનિકરણની જરૂરિયાત છે. આ સાથે રણનીતિને લગતા સુધારામાં પણ અનુભવી નેતા રાજનાથ સિંહ બદલાવ લાવી શકે છે. આવો જ એક સુધાર છે ત્રણે સેનાના પ્રમુખ અને કમાન્ડ્સની નિયુક્તીનો જે રાજનાથ સિંહ જેવા અનુભવી નેતા જ કરી શકે છે. રાજનાથ સિંહ રક્ષા મંત્રી બનતા આ ક્ષેત્રોમાં સુધારો કરવાની અપેક્ષા છે.

રક્ષા આયાત દેશનો ટેગ
દેશના નવા રક્ષા મંત્રી સામે જે પડકાર છે તેમાં સૌથી મોટો પડકાર પાકિસ્તાન, ચીન સાથેના સંબંધો અને સરહદી સુરક્ષાનો છે. ભારતમાં હથિયારો મેન્યુફેક્ચર ન થતા હોવાના કારણે વિશ્વમાંથી આધુનિક હથિયારોની ખેંપ કરવી પડે છે. જે પ્રકારે દેશમાં હથિયારોનું મેન્યુફેક્ચરીંગ થઈ રહ્યું છે તેને જોતાં આગામી દિવસોમાં ભારતના હથિયારો દક્ષિણ એશિયામાં વપરાઈ શકે છે.

ડિફેન્સ મેનેજમેન્ટમાં પરિવર્તન
પીએમ મોદીની ગત એનડીએ સરકારે ડિફેન્સ સેક્ટરમાં અનેક સુધારા કર્યા હતા તેમ છતાં ડિફેન્સ મેનેજમેન્ટમાં ધરમૂળથી પરિવર્તન જરૂરી છે. ડિફેન્સના અધિકારીઓની લોબી અને ઝોન પ્રમાણે થતાં પોસ્ટીંગ વગેરેમાં આમુલચુર પરિવર્તનની આવશ્યકતા છે.

રાજનાથ સિંહે મંત્રીપદનો ચાર્જ લેતા પહેલાં નેશનલ વૉર મેમોરિયલની મુલાકાત લીધી હતી.


સાથીઓનો સહયોગ
રાજનાથ સિંહ સામે રક્ષા ક્ષેત્રના પેન્ડિંગ પ્રસ્તાવો અને ઠરાવોને પાસ કરાવવાનો પડકાર રહેશે. અનેક પ્રસ્તાવો નાણા મંત્રાલયમાં અટકેલા પડ્યાં છે. રાજનાથ સિંહને રક્ષા સચિવ સંજય મિત્રા અને જૂનિયર મંત્રી તેમજ ગોવાના સહયોગી શ્રીપદ નાયકનો પણ સહયોગ મળશે

યુદ્ધ માટે પૂરતા હથિયાર
રાજનાથ સિંહની પ્રાથમિકતા એ હશે કે તેમણે 15 લાખ સૈનિકો માટે પૂરતા હથિયારો તૈયાર કરવાના રહેશે. જો યુદ્ધની સ્થિતી ઉદભવે તો ભારત પાસે સબમરીનથી લઈને ફાઇટર પ્લેન, જમીની હથિયારો હોવા જરૂરી છે.

DRDO અને રક્ષા ક્ષેત્રની આત્મનિર્ભરતા
મેક ઇન ઇન્ડિયા અતંર્ગત સ્વેદેશી ફાઇટર જેટથી લઈને ગન સુધી અને સ્વેદીશ હેલિકોપ્ટરથી લઈને તોપ સુધી રક્ષા ક્ષેત્રમાં ભારતમાં સ્વદેશી હથિયારો તૈયાર કરવાનો પડકાર રહેશે. ઉપરાંત DRDO અને અન્ય પ્રાઇવેટ કંપનીઓના સંક્લનથી પીપીપી ધોરણે હથિયારોનું ઉત્પાદન કરવાનો પણ પડકાર રહેશે.

પ્રતિકાત્મક તસવીર


રક્ષા ભાગીદારી
આ ઉપરાંત વ્યૂહાત્મક ભાગીદારી ઉપરાંત રક્ષા સહયોગીઓને કેવી રીતે મજબૂત કરી શકાય તે પણ પડકાર રહેશે. ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોના પડકારની વચ્ચે ઇઝરાયેલ જેવા મિત્રોનો સહયોગ પ્રાપ્ત કરીને કેવી રીતે ભાગીદારીઓ મજબૂત કરવી તે પડકાર રહેશે.
First published:

Tags: Rajnath Singh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો