રક્ષાબંધનના 6 દિવસ પહેલા સેનાનો જવાન શહીદ, સમાચાર સાંભળી બહેન બેભાન

News18 Gujarati
Updated: August 9, 2019, 1:52 PM IST
રક્ષાબંધનના 6 દિવસ પહેલા સેનાનો જવાન શહીદ, સમાચાર સાંભળી બહેન બેભાન
હરિયાણાનો જવાન કૃષ્ણ કુમાર શહીદ (ફાઇલ ફોટો)

ટ્રેનિંગ દરમિયાન સાથી જવાનની કારબાઇનથી ભૂલથી છૂટેલી ગોળીએ લીધો કૃષ્ણનો જીવ

  • Share this:
રક્ષાબંધનના 6 દિવસ પહેલા સેનામાં ફરજ બજાવતો ઝજ્જરનો એક જવાન શહીદ થઈ ગયો. જવાનના શહીદ થવાથી એક બહેનનો રક્ષાબંધનનો તહેવાર અધૂરો રહી ગયો. શહીદ જવાન કૃષ્ણ હરિયાણાના ઝજ્જર જિલ્લાના ખેડી ગામનો રહેવાસી હતો. ટ્રેનિંગ દરમિયાન ગોળી વાગવાથી જવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ ગોળી કૃષ્ણના જ સાથી જવાનની કારબાઇનથી છૂટી હતી.

આ દુર્ઘટનાની જાણ પરિવારને શુક્રવાર સવારે થઈ. દીકરાની મોતના સમાચાર સાંભળતાં જ પરિવારના સભ્યો મેરઠ છાવણી માટે રવાના થઈ ગયા. બીજી તરફ ભાઈના મોતના સમાચાર સાંભળતાં જ બહેન બેભાન થઈ ગઈ. શહીદ જવાન કૃષ્ણના પિતા ઓમપ્રકાશ પણ સેનામાં હતા, જેમનું થોડા સમય પહેલા માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

આ પણ વાંચો, તંગ સ્થિતિ વચ્ચે કાશ્મીરી બાળકની CRPFની મહિલા સુરક્ષાકર્મી સાથેની તસવીર વાયરલ

શહીદ જવાનના બે દીકરા

કૃષ્ણ કુમારે ભારતીય સેનામાં લગભગ 10 વર્ષ પહેલા ડ્યૂટી સંભાળી હતી. કૃષ્ણના પરિવારમાં તેનો એક ભાઈ અને બહેન છે. કૃષ્ણના બે દીકરા છે, જેમાં મોટો દીકરો ત્રણ વર્ષનો અને નાનો લગભગ એક વર્ષનો છે. શહીદ જવાન કૃષ્ણનો પાર્થિવદેશ ગામમાં સાંજે 4 વાગ્યા સુધીમાં પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, કૃષ્ણના શહીદ થવાના સમાચાર સાંભળતાં જ પરિવાર ઘેરા આઘાતમાં સરકી ગયો છે.

આ પણ વાંચો, ઈમરાનની ધમકી : ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, જો એવું થયું તો જડબાતોડ જવાબ આપીશું
First published: August 9, 2019
વધુ વાંચો
अगली ख़बर