કોવિડ સામેની લડાઈમાં સેના પણ તૈયાર, 3 સ્ટાર જનરલ સંભાળશે કોવિડ પ્રબંધન સેલની જવાબદારી

સ્ટાફિંગ અને લોજિસ્ટિક સપોર્ટના અનેક પાસાઓને સમન્વિત કરવા માટે મહાનિદેશક રેન્કના અધિકારી હેઠળ વિશેષ કોવિડ પ્રબંધન સેલની સ્થાપના કરવામાં આવી

સ્ટાફિંગ અને લોજિસ્ટિક સપોર્ટના અનેક પાસાઓને સમન્વિત કરવા માટે મહાનિદેશક રેન્કના અધિકારી હેઠળ વિશેષ કોવિડ પ્રબંધન સેલની સ્થાપના કરવામાં આવી

 • Share this:
  નવી દિલ્હી. દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરના પ્રકોપથી બચવા માટે હવે ભારતીય સેના (Indian Army) પણ આગળ આવી રહી છે. ભારતીય સેના 3 સ્ટાર જનરલ (3 Star General)ની હેઠળ એક કોવિડ પ્રબંધન સેલ બનાવી રહી છે, તેનાથી મહામારી (Pandemic)ની આ વ્યાપક લડાઈમાં મદદ મળશે. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે આ સેલનું સંચાલન ઓપરેશન લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટના નિદેશક દ્વારા કરવામાં આવે છે. નાગરિક અધિકારીઓની સહાયતાની દેખરેખ કરનારા 3 સ્ટાર અધિકારી સીધા ઉપ પ્રમુખને રિપોર્ટ કરશે.

  સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, સ્ટાફિંગ અને લોજિસ્ટિક સપોર્ટના અનેક પાસાઓને સમન્વિત કરવા માટે એક મહાનિદેશક રેન્કના અધિકારીની હેઠળ એક વિશેષ કોવિડ પ્રબંધન સેલની સ્થાપના કરવામાં આવી છે, જે સીધા સેનાના કર્મચારીઓના પ્રમુખોને રિપોર્ટ કરે છે.

  આ પણ જુઓ, Viral Video: પિતાની અસ્થિઓ લેવા આવેલા દીકરાઓ સ્મશાનમાં જ ઝઘડી પડ્યા, જાણો શું છે કારણ

  રક્ષા મંત્રાલયના સશસ્ત્ર દળ અને અન્ય વિંગ કોવિડ-19ની લડાઈના રાષ્ટ્રીય પ્રયાસો કેન્દ્રમાં રહે છે. તેઓએ કોવિડ-19 હૉસ્પિટલોની સ્થાપના કરી છે. ઓક્સિજન ઉત્પાદનમાં વૃદ્ધિ કરી છે અને કોવિડ-19 મામલાઓની વધતી સંખ્યાનો સામનો કરવા માટે મદદ કરવા રાજ્ય સરકારોની સાથે મેડિકલ કર્મચારીઓ અને ઓક્સિજન કન્ટેનરોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

  સેના પહેલાથી જ મદદ કરી રહી છે

  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સેનાના પૂર્વ અધિકારીઓ અને તેમના આશ્રિતો માટે સ્વયં સંરક્ષણ અને ચિકિત્સા દેખભાળ સુનિશ્ચિત કરી છે, બીજી તરફ વિશેષ રીતે પહેલાથી જ કામ કરી રહ્યા છે. દિલ્હી, અમદાવાદ, લખનઉ, વારાણસી અને પટનામાં સ્થાપિત થવાની પ્રક્રિયામાં પાંચ કોવિડ-19 હૉસ્પિટલોમાં નાગરિક અધિકારીઓની સહાયતા માટે ઘણા મેડિકલ સંસાધનોને તૈનાત કર્યા છે.

  આ પણ વાંચો, કોરોનાના દર્દીઓને મળશે રાહત, ભારતમાં Rocheની દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ

  સેનાએ કહ્યું કે, નવું કોવિડ-19 પ્રબંધન સેલ દિલ્હી સહિત દેશભરમાં કોવિડ-19 મામલામાં ઝડપથી વૃદ્ધિને લઈને કામ કરવા માટે વાસ્તવિક સમયની પ્રતિક્રિયામાં સમન્વયમાં વધુ દક્ષતા લાવશે.
  Published by:Mrunal Bhojak
  First published: