સેનાનો દાવો- LOC પર 250-300 આંતકીઓએ કર્યો છે જમાવડો, ધૂસણખોરીની કરી રહ્યા છે તૈયાર

News18 Gujarati
Updated: July 11, 2020, 2:16 PM IST
સેનાનો દાવો- LOC પર 250-300 આંતકીઓએ કર્યો છે જમાવડો, ધૂસણખોરીની કરી રહ્યા છે તૈયાર
જનરલ વીરેન્દ્ર વત્સ

આ આતંકીઓ પાસેથી 2 એકે 47 અસૉલ્ટ રાયફલ અને કેટલાક હાથગોળા મળ્યા.

  • Share this:
જમ્મુ કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સેનાએ શનિવારે નિયંત્રણ રેખા (LOC) પર ધૂસણખોરીનો પ્રયાસ અસફળ કરીને બે આંતકીઓને મારી નાંખ્યા. આ સાથે જ સેનાએ દાવો કર્યો છે કે LOCની પેલી પાર પાકિસ્તાન (Pakistan)ની તરફથી લગભગ 250 થી 300 આતંકી (Terrorist) ધૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પણ સેના પણ આતંકીઓના આ પ્રયાસને દર વખતે અસફળ કરી રહી છે. મીડિયાથી વાતચીત કરતા જીઓસી ડિવિઝનના મેજર જનરલ વીરેન્દ્ર વત્સએ કહ્યું કે આતંકીઓની પાસે ભારે માત્રામાં હથિયાર અને પાકિસ્તાની કરન્સી મળી છે.

જનરલ વીરેન્દ્ર વત્સએ કહ્યું કે આજે સવારે સૈનિકો ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાનના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સંદિગ્ધ ગતિવિધિ સાથે નજરે પડ્યા હતા. તેમણે કહ્યું કે શનિવારે સવારે સૈનિકોને ઝડપથી ધાત લગાવનીને હુમલો કર્યો. જેમાં બે આંતકવાદીઓ મોત થઇ છે. સાથે જ જનરલ વત્સએ જણાવ્યું કે તેમની પાસે બે એકે 47 રાઇફલ અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાય તેવી સામગ્રી હતી. તેમણે કહ્યું કે અમને આ અંગે ગુપ્ત માહિતી મળી છે જે મુજબ 250-300 આતંકીઓ આપણી સીમામાં ધૂસણખોરી માટે લૉન્ચ પેડ તૈયાર કરી રહ્યા છે. પણ અમે તેમના આ પ્રયાસોને કદી પણ સફળ નહીં થવા દઇએ.
જનરલ વીરેન્દ્ર વત્સના કહેવા મુજબ આતંકીઓ પાસેથી 12 મેગેઝિન, 2 એકે 47 અસૉલ્ટ રાયફલ, કેટલાક હાથગોળા હતા. આ સિવાય આતંકીઓ પાસે પાકિસ્તાની મુદ્રામાં લગભગ 1.5 લાખ રૂપિયા પણ મળ્યા. તેમણે આ મામલે હજી ઓપરેશન ચાલુ છે.

વધુ વાંચો :  પાકિસ્તાનમાં કૃષ્ણ મંદિર નિર્માણને રોક્યા પછી હવે રામ મંદિરમાં પૂજા પર પણ લાગ્યો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈનિકોએ મોડી રાતે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરાષ્ટ્રીય સીમા પર અકારણે ગોળીબાર કરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે શુક્રવારે રાતે લગભગ દસ વાગે કોઠા વિસ્તારમાં પાકિસ્તાનની તરફથી સીમા ચોકી પર ગોળીબારી થઇ હતી. જેનો આંતરાષ્ટ્રીય સીમા પર હાજર બીએસએફના જવાનોએ મુંહતોડ જવાબ આવ્યો હતો. અને બંને પક્ષોએ સવા ચાર વાગ્યા સુધી સામ સામે ગોળી બારી કરી હતી.
જેમાં ભારતીય પક્ષથી કોઇ પણ પ્રકારનું જાન માલને નુક્શાન નથી થયું.
Published by: Chaitali Shukla
First published: July 11, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading