Home /News /national-international /

આરોપ- જવાનોની પત્નીઓ પાસે ઘરનું કામ કરાવે છે સેનાના અધિકારી

આરોપ- જવાનોની પત્નીઓ પાસે ઘરનું કામ કરાવે છે સેનાના અધિકારી

પોતાને જવાન કહેનારા વ્યક્તિએ સેનાના અધિકારીઓ પર લગાવ્યા આરોપ

સેનાના યૂનિફોર્મમાં સજ્જ વ્યક્તિએ કર્યા ચોંકાવનારો આરોપો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાને જવાન ગણાવી રહેલો એક વ્યક્તિ સેનાના અધિકારીઓ પર ચોંકાવનારા આરોપ લગાવી રહ્યો છે. ફેસબુક પર મૂકવામાં આવેલા આ વીડિયોમાં કથિત જવાનનો આરોપ છે કે સેનાના અધિકારીઓની પત્નીઓ જવાનો અને તેમની પત્નીઓનું શોષણ કરી રહ્યા છે.

    પોતાને સેનાનો જવાન કહેતા આ વ્યક્તિનો આરોપ છે કે સેનાના નિર્દેશોમાં અધિકારીઓની પત્નીઓ મોટો હાથ હોય છે. તેમના નિર્દેશ પર જવાનોની પત્નીઓને ઘરે બોલાવવામાં આવે છે અને કામ કરાવવામાં આવે છે. જ્યારે મોટી સંખ્યામાં જવાન અધિકારીઓના અંગત કામકાજમાં લાગેલા રહે છે.

    'તમામ અધિકારીઓ મળેલા છે'

    તેનું કહેવું છે કે સેનાના તમામ અધિકારી મળેલા છે અને હળીમળીને જવાનોનું શોષણ કરે છે. તેણે એમ પણ આરોપ લગાવ્યો કે તેને અધિકારીઓની પત્નીને સેલ્યૂટ કરવું પડે છે અને જો કોઈ તેમની વાત ન માને તો તેમને તાત્કાલીક ટ્રાન્સફરની ધમકી આપવામાં આવે છે. આ ઉપરાંત કથિત જવાને એમ પણ આરોપ લગાવ્યો કે અધિકારી જવાનની જે સ્થળે ટ્રાન્સફર કરે છે ત્યાંના અધિકારીને પહેલા જ ફોન કરી જણાવી દે છે કે આ જવાનને જોઈ લેજો.

    'ફેમિલી વેલફેરના નામે શોષણ'

    કથિત જવાનનો આરોપ છે કે સેનામાં ફેમિલી વેલફેરના નામે શોષણ થઈ રહ્યું છે. તેણે આરોપ મૂકતાં કહ્યું કે, ફેમિલી વેલફેર એટલા માટે કરાવવામાં આવે છે જેથી અધિકારીઓની પત્નીઓને કમાન્ડ કરવાની તક મળી શકે. કથિત જવાને કહ્યું કે ફેમિલી વેલફેરમાં જવાનોની પત્નીઓને ડાન્સ કરવો પડે છે અને અધિકારીઓની પત્નીઓ હસે છે.

    'ખાવા અને કપડામાં થઈ રહે છે ગોટાળો'

    પોતાને જવાન ગણાવતા આ વ્યક્તિએ એમ પણ આરોપ મૂક્યો કે સેનાના અધિકારી કપડા અને ખાવામાં પણ ગોટાળા કરી રહ્યા છે. તેણે કહ્યું કે જવાનોને તમામ કપડા ખરીદીને પહેરવા પડે છે. જવાનોને જે ક્લોધિંગ મળી રહ્યું છે તેને બદલે તેને પૈસા મળવા જોઈએ અને રેશનની પણ પૈસા મળવા જોઈએ, તેઓ આ પૈસા ખાઈ જાય છે.

    આ પણ વાંચો, ઉત્તર પ્રદેશ : પિકઅપ વાનને મિની ટ્રકે ટક્કર મારતા 9 લોકોનાં મોત, 18 ઘાયલ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Indian Armed Forces, Social media, ભારતીય સેના, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन