જ્યારે 5 દિવસની પુત્રીને લઈને પતિના અંતિમ સંસ્કારમાં પહોંચી મેજર ડોગરા

News18 Gujarati
Updated: February 24, 2018, 3:47 PM IST
જ્યારે 5 દિવસની પુત્રીને લઈને પતિના અંતિમ સંસ્કારમાં પહોંચી મેજર ડોગરા
વાયરલ થઈ રહેલી તસવીર

15 ફેબ્રુઆરીના રોજ માજુલી દ્વીપ પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

  • Share this:
દેશ માટે જીવ આપનાર ભારતીય સૈનિક પરિવારનું મનોબળ કેટલું ઊંચું હોય છે, તેનું ઉદાહરણ તાજેતરમાં જ આસામમાં જોવા મળ્યું હતું. 15 ફેબ્રુઆરીના રોજ આસામના માજુલી જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક ચોપર દુર્ઘટનાનો શિકાર બની ગયું હતું. જેમાં વિંગ કમાન્ડર ડી વત્સનું નિધન થઈ ગયું હતું. વત્સના અંતિમ સંસ્કારની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

તસવીરમાં વિંગ કમાન્ડર વત્સની પત્ની કુમુદ ડોગરા, જે પોતે એક મેજર છે, પોતાની પાંચ દિવસની પુત્રીને હાથમાં તેડીને અંતિમ સંસ્કારમાં જતી નજરે પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિંગ કમાન્ડરે પોતાની પુત્રીનું મોઢું પણ જોયું ન હતું.

સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરને વાયરલ કરીને આ પરિવારની બહાદુરીને સલામ કરી રહ્યા છે.

15 ફેબ્રુઆરીના રોજ માજુલી દ્વીપ પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર જોરહટ એરબેઝથી ઉડ્યું હતું. દુર્ઘટનામાં બંને પાયલટનાં મોત થઈ ગયા હતા.

દુર્ઘટના બાદ હેલિકોપ્ટરનો કાટમાળ ઘટનાસ્થળેથી મળી આવ્યો હતો. જેના બાદમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના ટેક્નિકલ ખામીને કારણે સર્જાઈ હતી.

હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી માલુમ પડ્યા બાદ બંને પાયલટે ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન આગ લાગી ગઈ હતી. વાયુસેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે બ્રહ્મપુત્ર પાસે રેતીમાં હેલિકોપ્ટરનો અમુક કાટમાળ મળ્યો છે. દુર્ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.
First published: February 24, 2018, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading