PoKમાં એર સ્ટ્રાઇકની અફવા, સેનાએ કહ્યું - એકપણ ગોળી ચલાવી નથી, સમાચાર ખોટા

PoKમાં એર સ્ટ્રાઇકની અફવા, સેનાએ કહ્યું - એકપણ ગોળી ચલાવી નથી, સમાચાર ખોટા

આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે પીઓકેમાં આતંકી લોન્ચ પેડ પર ભારતે એર સ્ટ્રાઇક કરી છે

  • Share this:
    નવી દિલ્હી :  ભારત (India)દ્વારા પીઓકેમાં (PoK) આતંકી લોન્ચ પેડ પર એર સ્ટ્રાઇક સંબંધિત અહેવાલોને ભારતીય સેનાએ ખોટા ગણાવ્યા છે. ભારતીય સેનાના મહાનિર્દેશક સૈન્ય અભિયાન લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહે કહ્યું કે પીઓકેમાં એકપણ ગોળી ચલાવી નથી. આ પ્રકારના સમાચાર ખોટા છે. આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે પીઓકેમાં આતંકી લોન્ચ પેડ પર ભારતે એર સ્ટ્રાઇક કરી છે.

    આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સના હવાલાથી કહ્યું હતું કે પીઓકેમાં (PoK) આતંકી લોન્ચ પેડ પર ભારતે એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેની અંદર બનેલા સંદિગ્ધ આતંકી અડ્ડાઓ પર પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરી છે.

    આ પણ વાંચો - મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને 10 વર્ષની સજા, પાકિસ્તાનની કોર્ટે આપ્યો નિર્ણય



    આ પહેલા જમ્મુ કાશ્મીરના નગરોટા વિસ્તારમાં સુરક્ષાબળોને એ સમય મોટી સફળતા મળી જ્યારે તેમણે ટ્રકમાં સંતાઇને જઈ રહેલા ચાર આતંકઓને ઠાર કર્યા હતા. ગુરુવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના છે અને પાકિસ્તાની છે. તે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.આ આતંકીઓ પાસેથી 11 AK 47 રાઈફલ, 29 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ પિસ્તોલ જપ્ત થઈ છે.

    ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીનાં રોજ POKમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકમાં વાયુસેનાને 12 મિરાજ-2000 ફાઈટર જેટે બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા.
    Published by:Ashish Goyal
    First published: