Video : પાકિસ્તાની સેનાની મદદથી ઘૂસણધોરી કરી રહેલા આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા

કુપવાડા (Kupwada)ના કેરન સેક્ટર (Keran Sector)માં ઑગસ્ટના પહેલાં અઠવાડિયામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સેનાએ માર્યા હતા. સેનાએ આ વીડિયો જાહેર કર્યો છે.

News18 Gujarati
Updated: September 9, 2019, 8:33 PM IST
Video : પાકિસ્તાની સેનાની મદદથી ઘૂસણધોરી કરી રહેલા આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 8:33 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય સેનાએ (Indian Army) પાકિસ્તાન બૉર્ડર એક્શન ટીમ (BAT)ની મદદથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદી (Terrorist)ઓને જમ્મુ-કાશ્મીરના કુપવવાડાના કેરન સેક્ટરમાં (Keran Sector Kupwada) ઠાર માર્યા છે.  પાકિસ્તાનની બેટ સ્ક્વૉડ ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટના ઑગસ્ટના પહેલા અઠવાડિયાની છે જેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં હથિયાર વગરના આતંકવાદીઓ જોવા મળી રહ્યાં છે. 31 જુલાઈ અને 1 ઑગસ્ટની રાત્રી વચ્ચે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં લાઇન ઑફ કંટ્રોલ (LoC) પાસેની ચોકીમાંથી બૉર્ડર એક્શન ટીમ (BAT)ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સાત આતંકવાદીઓ ઠાર મરાયા છે. બેટમાં મોટા ભાગે પાકિસ્તાન સેનાના જવાનો અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  કચ્છમાંથી મળેલી બિનવારસી બોટના પગલે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા

હકીકતમાં પાકિસ્તાન હવે આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે. મસૂદ અઝહરને હવે છૂટો પણ કરી દેવામાં આવ્યો છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ ઘૂસણખોરીની કોશિષ કરવામાં આવી હતી. ભારતીય સેનાએ આ ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો હતો. આ ઘટનામાં 7 આતંકવાદીઓને ઢાળી દીધા હતા. આ ઘટનાનો વીડિયો આર્મીએ જાહેર કર્યો છે.



તાજેતરમાં જ બેટ દ્વારા કેરન અને માછિલ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસને પણ સેનાએ અસફળ બનાવી દીધો હતો. બેબાકળા પાકિસ્તાન દ્વારા લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરવામાં આવી રહ્યું છે. રવિવારે 8 સપ્ટેમ્બરના પાકિસ્તાને પુંછ અને નૌશેરા વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...