Home /News /national-international /ચંદીગઢ MMS કાંડ: આરોપી છોકરીને ચેટિંગ પર ધમકાવનારો આર્મી જવાન નીકળ્યો

ચંદીગઢ MMS કાંડ: આરોપી છોકરીને ચેટિંગ પર ધમકાવનારો આર્મી જવાન નીકળ્યો

ચંદીગઢ યુનિવર્સિટી વાઈરલ વીડિયો મામલામાં ચોથા આરોપી અંગેન માહિતી મળી છે.

ચંદીગઢ યુનિવર્સિટીના વાઈરલ વીડિયોના મામલામાં જે ચોથા શંકાસ્પદનો પોલીસને અંદાજ હતો, તે વ્યક્તિ જમ્મુ સ્થિત યુનિટનો જવાન નીકળ્યો છે. જવાનનું નામ મોહિત કુમાર છે અને તે પંજાબના હોશિયારપુર મુકેરિયાનો રહેવાસી છે. પોલીસ મોહિત કુમારની શોધખોળ કરી રહી હતી. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે તે તો આર્મીમાં છે. આરોપી છોકરીની જ્યારે વીડિયો અંગે વોર્ડન પૂછપરછ કરી રહી હતી તો છોકરીને વારંવાર મોબાઈલ નંબર નંબર 6269275576 પરથી ફોન આવી રહ્યો હતો.

વધુ જુઓ ...
ચંદીગઢઃ ચંદીગઢ યુનિવર્સિટીના વાઈરલ વીડિયોના મામલામાં જે ચોથા શંકાસ્પદનો પોલીસને અંદાજ હતો, તે વ્યક્તિ જમ્મુ સ્થિત યુનિટનો જવાન નીકળ્યો છે. જવાનનું નામ મોહિત કુમાર છે અને તે પંજાબના હોશિયારપુર મુકેરિયાનો રહેવાસી છે. પોલીસ મોહિત કુમારની શોધખોળ કરી રહી હતી. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે તે તો આર્મીમાં છે. આરોપી છોકરીની જ્યારે વીડિયો અંગે વોર્ડન પૂછપરછ કરી રહી હતી તો છોકરીને વારંવાર મોબાઈલ નંબર નંબર 6269275576 પરથી ફોન આવી રહ્યો હતો. જેની પર કથિત રીતે શિમલામાંથી ધરપકડ કરવામાં આવેલા આરોપી રંકજ વર્માનો ડીપી હતો. આ નંબર પરથી તે સતત આરોપી સાથે ચેટ કરી રહી હતી અને આરોપી તે છોકરીને વીડિયો ડિલીટ કરવા માટે ધમકાવી રહ્યો હતો. આ નંબર મોહિતના આઈડી પર ચાલી રહ્યો હતો.

આર્મી ઈન્ટેલિજન્સ પર કરી રહી છે પૂછપરછ

મોહિતીની ઓળખ થયા પછીથી આર્મી ઈન્ટેલિજન્સ તેની પૂછપરછ કરી રહ્યું છે. આર્મી ઈન્ટેલિજન્સ એ તપાસ કરી રહ્યું છે કે મોહિતની આ મામલામાં શું ભૂમિકા હતી. બીજી તરફ પંજાબ પોલીસ એ જાણવામાં લાગી છે કે આર્મીના જવાનની સાથે આરોપી છોકરીના સંબંધ કઈ રીતે સ્થાપિત થયા હતા. તે વારંવાર છોકરીને વીડિયો ડિલીટ કરવા માટે કેમ કહી રહ્યો હતો. જમ્મુ પોલીસ પણ આરોપી મોહિતીની પૂછપરછ કરી રહી છે.

મોબાઈલ નંબર 6269275576 પર જે ચેટ થઈ છે તેના અંશ

છોકરોઃ ગેલેરી ઓપન કરો અને વીડિયો ડિલીટ કરીને સ્ક્રીન શોટ. ઓકે
છોકરી: ફોટો પણ
છોકરો: જે કહ્યું તે પહેલા કર
છોકરોઃ ડિલિટ કર્યો વીડિયો? તેનો ફોટો સેન્ડ કરો
છોકરો: જે ન્હાવા ગઈ હતી તે હાલ શું કરી રહી છે?
છોકરી: આવી ગઈ છે તે સ્નાન કરીને
છોકરો: શાં માટે નથી લીધો વીડિયો બોલ?
છોકરી: હમણાં તુએ મારા માટે મુશ્કેલી સર્જી હોત યાર
છોકરો: તેનો ફોટો સેન્ડ કર
છોકરો: મેં જે કહ્યું
છોકરી: જ્યારે હું તે છોકરીનો ફોટો લઈ રહી હતી, ત્યારે મને એક છોકરીએ આવું કરતા જોઈ લીધી અને કોઈને કહી રહી હતી કે હું તેનો ન્હાવાના સમયે ફોટો લઈ રહી હતી
છોકરો: મેં શું કહ્યું
First published:

Tags: Chandigarh city, Chandigarh punjab government, Viral videos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો