Exclusive: CDS રાવતની સ્પષ્ટતા, સેના કાશ્મીરમાં કેમ્પ નહીં, ગુડવિલ સ્કૂલ ચલાવે છે

News18 Gujarati
Updated: February 7, 2020, 8:32 PM IST
Exclusive: CDS રાવતની સ્પષ્ટતા, સેના કાશ્મીરમાં કેમ્પ નહીં, ગુડવિલ સ્કૂલ ચલાવે છે
CDS રાવતની સ્પષ્ટતા, સેના કાશ્મીરમાં કેમ્પ નહીં, ગુડવિલ સ્કૂલ ચલાવે છે

CDS રાવતે કહ્યું - ભારતીય સેના કાશ્મીરના ઘણા વિસ્તારમાં ગુડવિલ સ્કૂલ સંચાલિત કરે છે અને તેને ધ્યાનમાં રાખીને ‘ડિ-રેડિકલાઇઝેશન કેમ્પ’ની ચર્ચા કરી હતી

  • Share this:
નવી દિલ્હી : ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે News18ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં ‘ડિ-રેડિકલાઇઝેશન કેમ્પ’સંબધિત પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેનો અર્થ ફક્ત ગુડવિલ સ્કૂલ સાથે હતો. રાવતે કહ્યું હતું કે ભારતીય સેના કાશ્મીરના ઘણા વિસ્તારમાં ગુડવિલ સ્કૂલ સંચાલિત કરે છે અને તેને ધ્યાનમાં રાખીને ‘ડિ-રેડિકલાઇઝેશન કેમ્પ’ની ચર્ચા કરી હતી.

બિપિન રાવતે કહ્યું હતું કે રાયસીના ડાયલોગ દરમિયાન પણ તેમણે આ વાત પર ભાર આપ્યો હતો કે કાશ્મીરમાં બાળકો રેડિકલ થઈ રહ્યા છે અને તેના પર ધ્યાન આપવાની જરુર છે. ઇન્ટરવ્યૂ દરમિયાન પણ રાવતે સવાલ ઉઠાવ્યો હતો કે તમે કોઈપણ વ્યક્તિને કટ્ટરપંથી બનવાની મંજૂરી કેવી રીતે આપી શકો છો અને પછી તે ‘ડિ-રેડિકલાઇઝેશન કરવામાં આવે. કેમ્પનો મતલબ ફક્ત મિલિટર કેમ્પથી લગાવવો ના જોઈએ. કેમ્પનો બીજા સંદર્ભોમાં પણ ઉપયોગ કરાય છે. તમે એક ડિક્શનરી દ્વારા આ શબ્દનો યોગ્ય મતલબ સમજી શકો છો.

આ પણ વાંચો - કોકરાઝારમાં PM મોદીએ કહ્યું, જનતાનો પ્રેમ મને દરેક ડંડાથી બચાવી લેશે

સીડીએસ રાવતે કાશ્મીરમાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલી 46 ગુડવિલ સ્કૂલોનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે આ સ્કૂલમાં ભણેલો એકપણ વ્યક્તિ ક્યારેય પત્થરબાજ કે આતંકવાદમાં સામેલ થયો નથી. અમારી પાસે ઘાટીમાં આર્મી ગુડવિલ સ્કૂલ છે. આ શું છે? અમે આવી સ્કૂલો આખરે કેમ ચલાવી રહ્યા છીએ? શું અમારું કામ સ્કૂલ ચલાવવાનું છે? વિચારો હું સ્કૂલ કેમ ચલાવું છું. હું બાળકોને કટ્ટરપંથથી બચાવવા માંગું છું. તો તમે તેમ ડિ-રેડિકલાઇઝેશન કહી શકો છો પણ અમે તેને કટ્ટરપંથથી બાળકોને દૂર રાખવાનો એક દ્વાર માનીએ છીએ અને આ કેમ્પ નથી.
First published: February 7, 2020, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading