ઔરંગઝેબની હત્યા મામલે રાષ્ટ્રીય રાઇફલ્સના ત્રણ જવાન પર શંકા, સેનાએ અટકાયત કરી

ઔરંગઝેબ (ફાઇલ તસવીર)

ઔરંગઝૈબની હત્યા સંદર્ભે તપાસ દરમિયાન આ તમામ લોકો પર શંકાની સોય તાકવામાં આવી હતી.

 • Share this:
  નવી દિલ્હી :  ગત વર્ષે જુનમાં માર્યા ગયેલા જવાન ઔરંગઝેબનના અપહરણ અને હત્યામાં કથિત રીતે સંડોવાયેલા 44 રાષ્ટ્રીય રાઇફલ્સના ત્રણ જવાનોની અટકાયત કરવામાં આવી છે. સેના હાલ આ જવાનોની પૂછપરછ કરી રહી છે.

  સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે આ ત્રણેય સૈન્ય કર્મીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ઔરંગઝેબના આવવા અને જવાની માહિતી જણાવી હતી. આ માહિતીના આધારે આતંકીઓએ આર્મી કેમ્પમાંથી પૂંછ સ્થિત પોતાના ઘરે જવા માટે નીકળતાની સાથે જ ઔરંગઝેબનું અપહરણ કરી લીધું હતું.

  ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં આ સૈન્ય કર્મીઓની ઓળખ આબિદ વાણી, તજ્જમુલ અહમદ અને આદિલ વાણી તરીકે કરવામાં આવી છે. આ રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે આમાંથી બે પુલવામામાં રહે છે, જ્યારે એક સૈનિકનું ઘર કુલગામમાં છે. ઔરંગઝૈબની હત્યા સંદર્ભે તપાસ દરમિયાન આ તમામ લોકો પર શંકાની સોય તાકવામાં આવી હતી.

  આ પણ વાંચો : ઈન્ડિયન આર્મીમાં 'ગે'ને સામેલ થવાની મંજૂરી ન આપી શકીએ: આર્મી ચીફ

  નોંધનીય છે કે 44 રાષ્ટ્રીય રાઇફલ્સના જવાબ ઔરંગઝેબ ઇદ મનાવવા પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં આતંકીઓએ તેની હત્યા કરી નાખી હતી. તે મેજર રોહિત શુક્લાની ટીમનો સભ્ય હતો, જેમણે હિઝબુલ આતંકી સમીર ટાઇગરને એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

  ઔરંગઝેબની બહાદૂરી માટે તેને ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર મરણોપરાંત શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યો હતો.

  ઔરંગઝૈબના  પિતા પીએમ મોદીની હાજરીમાં બીજેપીમાં જોડાયા

  ગયા વર્ષે પુલવામા જિલ્લામાં આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી નાખી હતી તે ભારતીય જવાન ઔરંગઝેબના પિતા રવિવારે બીજેપી સાથે જોડાયા છે. જવાનના પિતા મોદીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા.

  રાયફલમેન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનિફ રાજોરીમાં રહે છે. મોહમ્મદ હનિફ સાથે પૂર્વ આર્મિ ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ(નિવૃત્ત) રાકેશ કુમાર શર્મા પણ બીજેપીમાં સામેલ થયા હતા.

  પીએમ મોદીએ જ્યારે બંનેને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા ત્યારે શહીદ જવાનના પિતા મોહમ્મદ હનિફે પોતાના પુત્રની એક તસવીર તેમને આપી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: