Army Day 2019: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કરતા હતા આ મહાન ભારતીય 'સૈનિક'ને સલામ

News18 Gujarati
Updated: January 15, 2019, 9:54 AM IST
Army Day 2019: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કરતા હતા આ મહાન ભારતીય 'સૈનિક'ને સલામ
Army Day 2019

15 જાન્યુઆરી 1949ના રોજ કે એમ કરિઅપ્પા બન્યા હતા ભારતીય સેનાના પહેલા પ્રમુખ

  • Share this:
15 જાન્યુઆરી હિન્દુસ્તાનના ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે ભારતીય સુના સમગ્રપણે આઝાદ થઈ અને સેનાની કમાન પહેલીવાર એક ભારતીયને સોંપવામાં આવી. 70 વર્ષ પહેલા આજના દિવસે જ કોડંડેરા મડપ્પા કરિઅપ્પા (કેએમ કરિઅપ્પા)ને ભારતના પહેલા સેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 28 જાન્યુઆરી 1899ના રોજ કર્ણાટકાન કુર્ગમાં જન્મેલા કરિઅપ્પા ફીલ્ડ માર્શલના પદે પહોંચનારા એક માત્ર ભારતીય છે. ફીલ્ડ માર્શલ સૈમ માણેકશા બીજા એવા ભારતીય છે, જેમને ફીલ્ડ માર્શલનો રેન્ક આપવામાં આવ્યો હતો. કરિઅપ્પાએ 1947માં પાકિસ્તાનની વિરુદ્ધ યુદ્ધમાં અદમ્ય સાહસ અને દમદાર નેતૃત્વનો પરિયચ આપ્યો હતો. પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે તેમને પશ્ચિમી કમાનના જી-ઓ-સી-ઈન-સી બનાવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતે જોજીલા, દ્રાસ અને કારગિલ પર પાકિસ્તાની સેનાને હરાવી હતી.

ફીલ્ડ માર્શલ કોડંડરા મડપ્પા કરિઅપ્પા (ફાઇલ ફોટો)


ફીલ્ડ માર્શલ કરિઅપ્પાએ પોતાની સર્વિસ દરમિયાન અનેક કારનામા કર્યા પરંતુ ભારતીય સેનાથી વર્ષ 1953માં નિવૃત્ત થયા બાદ તેમના જીવનમાં એક એવી ઘટના બની જેને જાણીને આપની છાતી ગર્વથી ફૂલી જશે. મૂળે, 1965ના ભારત-પાક યુદ્ધ સમયે કરિઅપ્પા નિવૃત્ત થઈને કર્ણાટકમાં રહી રહ્યા હતા. કરિઅપ્પાના દીકરા કેસી નંદા કરિઅપ્પા તે સમયે ભારતીય એરફોર્સમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ હતા. યુદ્ધ દરમિયાન તેમનું પ્લેન પાકિસ્તાની સરહદમાં પ્રવેશ કરી ગયું, જેને પાક સૈનિકોને પાડી દીધું. કરિઅપ્પાના દીકરાએ પ્લેનથી કૂદીને જીવ તો બચાવી લીધો, પરંતુ તે પાક સૈનિકોના સકંજામાં આવી ગયા.

કોડંડરા મડપ્પા કરિઅપ્પા (ફાઇલ ફોટો)


1965ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાન હતા, જે એક સમયે કરિઅપ્પાના જૂનિયર હતા અને ભારતીય સેનામાં નોકરી કરી ચૂક્યા હતા. તેમને જ્યારે કરિઅપ્પાના દીકરા નંદા પકડાયા હોવાની જાણ થઈ તો તેઓએ તાત્કાલીક તેમને ફોન કર્યો અને જણાવ્યું કે તેઓ તેમના દીકરાને મુક્ત કરી રહ્યા છીએ. તેની પર કરિઅપ્પાના દીકરાનો મોહ ત્યાગ કરતાં કહ્યું કે તેઓ માત્ર મારા દીકરા નથી, ભારત માતાના લાલ છે. તેને મુક્ત કરવા તો ઠીક કોઈ સુવિધા પણ ન આપતા. તેમની સાથે સામાન્ય યુદ્ધકેદીઓ જેવું વર્તન કરવામાં આવે. કરિઅપ્પાએ અયૂબ ખાનને કહ્યું કે, તમે તમામ યુદ્ધકેદીઓને મુક્ત કરી દો અથવા તો કોઈને નહીં. જોકે, યુદ્ધ પૂરું થયા બાદ તમામ યુદ્ધકેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા.
First published: January 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...