આતંકવાદ મુદ્દે સેના પ્રમુખે પાકને આપી ચેતવણી, 'સુધરી જાઓ નહી તો અન્ય રસ્તા પણ છે!'

News18 Gujarati
Updated: October 27, 2018, 7:00 PM IST
આતંકવાદ મુદ્દે સેના પ્રમુખે પાકને આપી ચેતવણી, 'સુધરી જાઓ નહી તો અન્ય રસ્તા પણ છે!'
બિપિન રાવત ફાઇલ તસવીર

પથ્થરબાજ આતંકવાદીઓના  સક્રિય સભ્યો છે અને તેમની સામે કડક પગલા ભરવા જોઈએ.

  • Share this:
કાશ્મીરમાં પથ્થરમારામાં એક સેનાનો જવાન શહીદ થયાના એક દિવસ બાદ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે શનિવારે કહ્યું કે, પથ્થરબાજ આતંકવાદીઓના  સક્રિય સભ્યો છે અને તેમની સામે કડક પગલા ભરવા જોઈએ.

જનરલ રાવતે પાકિસ્તાનને સખત સંદેશ આપતા કહ્યું કે, જો ઈસ્લામાબાદ સીમા-પાર આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખે છે તો, ભારતીય સેના અન્ય કાર્યવાહીનો સહારો પણ લઈ શકે છે. સેના પ્રમુખે ઈન્ફ્રેન્ટી દિવસે આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથે આ વાત કરી.

સેના પાર ઘુસણખોરી મુદ્દે તેમણે કહ્યું કે, પાકિસ્તાન માટે એ જાણવું બુદ્ધીનું કામ હશે કે, આ રીતની ગતિવીધીઓમાં સામેલ હોવાથી માત્ર પાકિસ્તાનને નુકશાન થઈ રહ્યું છે. જનરલ રાવતે કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના ઘુસણખોરોને ખતમ કરવા માટે સક્ષમ છીએ, જે અમારી તરફ પહોંચી રહ્યા છે. પરંતુ, જો પાકિસ્તાન ઘુસણખોરીનું સમર્થન ચાલુ રાખે છે તો, અમે અન્ય પ્રકારની કાર્યવાહી કરી શકીએ છીએ. જોકે, તેમણે કઈં પ્રકારની સંભવીત કાર્યવાહી કરવામાં આવશે તે નથી જણાવ્યું.

સેના પ્રમુખે પાકિસ્તાનમાંથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની સહાયતા અને પ્રોત્સાહનથી બચવા માટે એ પણ કહ્યું કે, ભારતીય રાજ્ય એ સુનિશ્ચિત કરવા મજબૂત છે કે, સીમાવર્તી રાજ્ય ભારતનો જ ભાગ બનેલુ રહેશે. કોઈ પણ તેને બળપૂર્વક કે કોઈ અન્ય રીતે તેને ભારતથી દૂર નહી કરી શકે.

તમને જણાવી દઈએ કે, અનંતનાગમાં પથ્થરમારામાં એક 22 વર્ષીય સેના જવાન ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમ્યાન મોત થયું છે. તેના મોત બાદ સેના પ્રમુખે કહ્યું છે કે, પથ્થરબાજ લોકો આતંકવાદી સંગઠનોના સક્રિય સભ્ય છે, આ રીતે તે જવાનો પર હુમલો કરે, અને મારી શકે છે, તો તે આતંકવાદીઓ જેવા બની રહ્યા છે. થરમારાથી કોઈનો ફાયદો નથી થવાનો, માત્ર તેમનું નુકશાન થશે. તેમણે કહ્યું કે, પથ્થરબાજો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. (એજન્સી ઈનપુટ)
First published: October 27, 2018, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading