Home /News /national-international /પાકને તેની જ ભાષામાં જવાબ આપવાનો અને દર્દનો અહેસાસ કરાવવાનો સમય: સેના પ્રમુખ

પાકને તેની જ ભાષામાં જવાબ આપવાનો અને દર્દનો અહેસાસ કરાવવાનો સમય: સેના પ્રમુખ

સેના પ્રમુખે કહ્યું કે, આતંકવાદીઓ અને પાકિ્તાની સેનાની બર્બરતાનો બદલો લેવા માટે અપણે કઠોર કાર્યવાહી કરવી પડશે.

સેના પ્રમુખે કહ્યું કે, આતંકવાદીઓ અને પાકિ્તાની સેનાની બર્બરતાનો બદલો લેવા માટે અપણે કઠોર કાર્યવાહી કરવી પડશે.

    સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાન સેનાના બીએસએફ જવાન સાથે કરવામાં આવેલી બર્બરતા પર શનિવારે તીખી પ્રતિક્રિયા આપી છે. સેના પ્રમુખે કહ્યું કે, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે. સેના પ્રમુખે કહ્યું કે, આતંકવાદીઓ અને પાકિ્તાની સેનાની બર્બરતાનો બદલો લેવા માટે અપણે કઠોર કાર્યવાહી કરવી પડશે. હાં, હવે સમય આવી ગયો છે બર્બરતાનો સહારો લઈ આપમે પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો પડશે. પરંતુ મને લાગે છે કે, તેમને પણ આવા જ દર્દનો અહેસાસ કરાવવો જોઈએ.

    પાકિસ્તાન સાથે વાતચીતના પ્રશ્ન પર સેના પ્રમુખે સરકારની નીતિ સાથે રહી કહ્યું કે, આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે. જનરલ રાવતે કહ્યું કે, મને લાગે છે કે, આપણી સરકારની નીતીઓ ઘણી સ્પષ્ટ છે અને સંક્ષિપ્ત રહી છે. અમે તે વાત પર ભરોસો રાખીએ છીએ કે વાતચીત અને આતંકવાદ એક સાથે ના ચાલી શકે. આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાને લડવાની જરૂરત છે.

    ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજવામાં આવનારી પ્રસ્તાવિત બેઠકના રદ થયાના એક દિવસ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શનીવારે કહ્યું કે, શાંતી વાર્તા પ્રત્યે ભારતની અહંકારી અને નકારાત્મક પ્રતિક્રિયાથી તે નિરાશ છે.

    રાફેલ સોદાથી પોતાને દૂર કરતા સેના પ્રમુખે કહ્યું કે, આધુનિક હથિયાર દરેક રક્ષાદળની પ્રાથમિક આવશ્યકતા છે. એક સીમા છે જ્યાં સુધી અમે એક વિશેષ હથિયારનો ઉપયોગ કરી શકીએ છીએ, અને જેવી નવી ટેક્નોલોજી આવે છે, અમે ઈચ્છીએ છીએ કે, તે પણ અમારા બેડામાં શામેલ થાય. આમાં મોડુ થાય તે સારૂ નહી, જેથી હથિયારોની ખરીદી ચાલુ છે. પરંતુ હું એ વાતથી સહમત નથી કે, આ અમારી ક્ષમતાને ઓછુ કરી દે છે. એવું નથી અમારી પાસે કોઈ વિકલ્પ નથી.

    આતંકવાદીઓને પહોંચી વળવા માટે સશસ્ત્રદળોને ફ્રી હેન્ડ નથી આપવામાં આવી રહ્યું, આ આરોપોને પણ સેના પ્રમુખે ફગાવી દીધા છે. જનરલ રાવતે કહ્યું કે, હું રાજનીતિના મુદ્દા પર ટીપ્પણી કરવા નથી માંગતો, પરંતુ હું એ કહેવા માંગીશ કે, અમને સરકાર તરફથી પૂરો સહયોગ મળી રહ્યો છે. અમને અમારૂ કામ કરવાની પૂરી આજાદી આપવામાં આવી છે. તમે કાશ્મીર અને પૂર્વોત્તરમાં એનો પ્રભાવ જોઈ શકો છો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Army chief, Give, Reply, Says, Time, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन