આર્મી ચીફ રાવતની પાક.ને ચેતવણી, આતંકીઓની મદદ કરી તો થશે કાર્યવાહી

News18 Gujarati
Updated: July 26, 2019, 12:34 PM IST
આર્મી ચીફ રાવતની પાક.ને ચેતવણી, આતંકીઓની મદદ કરી તો થશે કાર્યવાહી
આર્મી ચીફ બિપિન રાવત (ફાઇલ તસવીર)

રાવતે કહ્યું કે જો પાકિસ્તાનની સેના આતંકીઓની સતત મદદ કરતી રહી તો ભારત કોઈ પણ કાર્યવાહી કરવાથી પાછળ નહીં હટે

  • Share this:
ભારતીય સેના અધ્યક્ષ બિપિન રાવતે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો પાકિસ્તાન આતંકીઓની મદદ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થવાના અવસરે બિપિન રાવત, જમ્મુ અને કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા અને જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

આજતકના રિર્પોટ મુજબ રાવતે કહ્યું કે, જો પાકિસ્તાનની સેના સતત આતંકીઓની મદદ કરતી રહી તો ભારત કોઈ પણ કાર્યવાહીથી પાછળ નહીં હટે.

રાવતે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇક દ્વારા અમે એવો સંદેશ આપ્યો હતો કે જો પાકિસ્તાન પોતાની આદતોમાં ફેરફાર નહીં કરે તો અમે હવાઈ તાકાતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

આ પણ વાંચો, હવે તમે પણ પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16 તોડી શકશો!

જનરલ રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે આવા કોઈ કૃત્ય કરવાથી દૂર રહે. જો અમારી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થઈ તો અમે તેનો જોરદાર જવાબ આપીશું.

રાવતે કહ્યું કે હવે અમે કારગિલ જેવી કાર્યવાહી નહીં થવા દઈએ. તેઓએ કહ્યું કે પહેલા તો આવું કંઈ થશે નહીં અને જો પાકિસ્તાન આવું કંઈક કરે છે તો અમે તેની વિરુદ્ધ દરેક તાકાતનો ઉપયોગ કરીશું.નોંધનીય છે કે, વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ધ લડાયું હતું. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાને પાર કરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી તથા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાટી ચોટીઓ પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ ભારતે ઓપરેશન વિજય ચલાવીને તેમને ધકેલી દીધા હતા.

આ પણ વાંચો, ભારતીય સેનાના જવાનોએ જીવ જોખમમાં મૂકી આસામમાં 150 લોકોના જીવ બચાવ્યા
First published: July 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading