લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવાના પ્રયત્નમાં આતંકી, સતત કરી રહ્યા છે ઘુસણખોરીનો પ્રયાસ : સેનાધ્યક્ષ

લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવાના પ્રયત્નમાં આતંકી, સતત કરી રહ્યા છે ઘુસણખોરીનો પ્રયાસ : સેનાધ્યક્ષ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા ઘુસણખોરીના પ્રયત્નને ભારત સતત નિષ્ફળ બનાવી રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)પાકિસ્તાન (Pakistan) ના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા ઘુસણખોરીનાપ્રયત્નને ભારત સતત નિષ્ફળ બનાવી રહ્યું છે. આતંકીઓ ઘુસણખોરી માટે ઉપયોગ કરી રહેલ સુરંગ ભારતીય સેનાને હાથ લાગી છે. સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેએ (Army Chief Manoj Naravane)કહ્યું કે બરફના સ્તરમાં વધારા પહેલા આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવા માંગે છે. ન્યૂઝ એનન્સી ANIના મતે મુકુંદ નરવણેએ કહ્યું કે લોકતાંત્રિક પ્રક્રિયાઓને બાધિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

  સેનાધ્યક્ષે કહ્યું કે આપણી પશ્ચિમી સીમાઓ પર ચાલી રહી સ્થિતિમાં આતંકવાદ એક ગંભીર ખતરો બનેલ છે અને બધા પ્રયત્નો છતા તે સમાપ્ત થઈ રહ્યો નથી. સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાઓને બાધિત કરવા માટે જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘુસણખોરી કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.

  આ પણ વાંચો -  આફતને અવસરમાં પલટનાર અમદાવાદના શિક્ષકનું કેન્દ્રીય શિક્ષણમંત્રીના હસ્તે સન્માન


  સેનાધ્યક્ષે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે આતંકવાદી શિયાળાની શરૂઆત સાથે, બરફના સ્તરમાં વુદ્ધિ થાય તે પહેલા ઘુસણખોરીના ફિરાકમાં છે. આતંકી દક્ષિણ તરફ વધવાનું શરૂ કરી ચૂક્યા છે અને તે હવે સુરંગોના માધ્યમથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે સેનાધ્યક્ષ સતત સીમાવર્તી વિસ્તારમાં ઘુસણખોરીને રોકવાની તૈયારીઓનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. ગત દિવસોમાં નરવણે ભારત-ચીન સરહદ પર ભારતની સરહદ ચોકીઓ (બીઓપી)નું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. સેના પ્રમુખે રિમખિમ, નીતિ અને લપતાલ ચોકીઓનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર સ્થિતિ આખરી ગામ માણાની પણ મુલાકાત લીધી હતી.
  Published by:Ashish Goyal
  First published: