નિવૃત્ત થયા જનરલ બિપિન રાવત, કહ્યું- હવે નવા આર્મી ચીફ કરશે યોગ્ય કાર્યવાહી

News18 Gujarati
Updated: December 31, 2019, 10:44 AM IST
નિવૃત્ત થયા જનરલ બિપિન રાવત, કહ્યું- હવે નવા આર્મી ચીફ કરશે યોગ્ય કાર્યવાહી
જનરલ બિપિન રાવત આજે જ દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો કાર્યભાર સંભાળશે

જનરલ બિપિન રાવત આજે જ દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો કાર્યભાર સંભાળશે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય સેના (Indian Army) પ્રમુખ જનરલ બિપિન રાવત (General Bipin Rawat) આજે નિવૃત્ત થયા છે. કાર્યકાળના અંતિમ દિવસે તેઓએ ઈન્ડિયા ગેટ સ્થિત વૉર મેમોરિયલ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. રાવત આજે જ દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (Chief of the Defence Staff-CDS)નો કાર્યભાર સંભાળશે. CDS તરીકે જનરલ બિપિન રાવત આર્મી, એરફોર્સ અને નેવીની સાથોસાથ રક્ષા મંત્રાલય તથા વડાપ્રધાનના નેતૃત્વવાળી ન્યૂક્લિયર કમાન્ડ ઑથોરિટીના સલાહકાર તરીકે ભૂમિકા નિભાવશે. તેમના સેનાધ્યક્ષ પદેથી નિવૃત્ત થયા બાદ લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે (Manoj Mukund Naravane) દેશના નવા સેના પ્રમુખ બનશે.

સાઉથ બ્લોકમાં જનરલ રાવતને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું. CDSનો કાર્યભાર સંભાળતાં પહેલા તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને નહોતી ખબર કે હું ચીફ ઑફ આર્મી ડિફેન્સ બનીશ. હજુ સુધી હું આર્મી ચીફ તરીકે જ કામ કરી રહ્યો હતો. પોતાના કાર્યકાળમાં સેનાના આધુનિકીકરણ કરવું મારું એક મોટું પગલું હતું. મને પૂરી આશા છે કે મનોજ મુકુંદ નરવાણે દેશની સેનાને વધુ આગળ લઈ જશે.

જનરલ રાવતે વધુમાં કહ્યું કે, ચીફ ઑફ આર્મી સ્ટાફ માત્ર એક પદ છે. આ હોદ્દો ત્યારે વધે છે જ્યારે તે ચીફ ઑફ આર્મી સ્ટાફ બને છે, તમામ જવાનોના સાથે આવવાથી જ સફળતા મળે છે.

3 વર્ષ માટે CDS

સરકાર દ્વારા નિયમોમાં સંશોધન કરીને નિવૃત્તિની ઉંમર વધારીને 65 વર્ષ કર્યા બાદ જનરલ બિપિન રાવત ત્રણ વર્ષ માટે સીડીએસ તરીકે સેવાઓ આપી શકશે. સુરક્ષા મામલાની મંત્રીમંડળ સમિતિએ ગત મંગળવારે સીડીએસનું પદ ઊભું કરવાની મંજૂરી આપી હતી, જે ત્રણ સેનાઓ સાથે જોડાયેલા તમામ મામલાઓમાં રક્ષા મંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કામ કરશે.

રક્ષા મંત્રાલયે કહ્યું કે, સરકારે જનરલ બિપિન રાવતને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે, જે 31 ડિસેમ્બરથી આગામી આદેશ સુધી પ્રભાવી હશે. જનરલ રાવતની સેવા અવધિ 31 ડિસેમ્બરથી ત્યાં સુધી વધારી શકાય છે જ્યાં સુધી તેઓ સીડીએસ કાર્યાલયમાં રરહેશે.

CDS પાસે આ સત્તા રહેશે

>> સીડીએસ રક્ષા મંત્રી માટે મુખ્ય સૈન્ય સલાહકારની ભૂમિકા ભજવશે. ત્રણેય સેનાના પ્રમુખો પણ પહેલાની જેમ પોતાની સેના સંબંધિત જાણકારી રક્ષા મંત્રીને આપતા રહેશે.
>> સીડીએસ પાસે ત્રણેય સૈન્ય પ્રમુખ સહિત કોઈ મિલીટરી કમાન્ડ નહીં હોય. સીડીએસ ત્રણેય સેનાના વિવિધ સંગઠનોના પ્રશાસક હશે.
>> સીડીએસ સંબંધિત ઑથોરિટીને ત્રણેય સેનાઓની સંગઠિત જાણકારી ઉપલબ્ધ કરાવશે. તેઓ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ અને ડિફેન્સ પ્લાનિંગ કાઉન્સિલના સભ્ય હશે.
>> પ્રથમ સીડીએસ હોદ્દો સંભાળ્યાના ત્રણ વર્ષ સુધી ત્રણેય સેનાની અંદર ઑપરેશન, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ, ટ્રેનિંગ, સપોર્ટ સર્વિસ, કોમ્યુનિકેશન, રિપેયર્સ વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે કામ કરશે.
>> સીડીએસની જવાબદારી સ્વદેશી હથિયારોનો હિસ્સો વધારવાની પણ રહેશે.
>> અનુમાનિત બજેટ પ્રમાણે સેનાઓની અંદર કેપિટલ એક્વિઝિશનના પ્રસ્તાવોની પ્રાથમિકતા નક્કી કરવાની જવાબદારી પણ સીડીએસની હશે.

અનેક દેશ પાસે CDS સિસ્ટમ

અમેરિકા, ચીન, યૂનાઇટેડ કિંગડમ, જાપાન સહિત દુનિયાના અનેક દેશો પાસે ચીફ ઑફ ડિફેન્સ જેવી વ્યવસ્થા છે. નાટો દેશોની સેનાઓમાં આ પદ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિશાળ વિસ્તાર, લાંબી સીમા, સરહદો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે વિવિધ પડકારોનો સામનો કરવા માટે સીમિત સંશોધનો સાથે લડવા માટે ભારત પાસે કોઈ એક રક્ષા પ્રણાલી માટે ચીફ ઑફ ડિફેન્સનું પદ જરૂરી છે.

આ પણ વાંચો, અયોધ્યા : બદલાશે રામ મંદિરનું મૉડલ, આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા તૈયાર કરી રહ્યા છે નવો નક્શો
First published: December 31, 2019, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading