સરકારનાં એક અવાજ પર યુદ્ધ માટે તૈયાર છે સેના: આર્મી ચીફ

News18 Gujarati
Updated: November 27, 2018, 1:23 PM IST
સરકારનાં એક અવાજ પર યુદ્ધ માટે તૈયાર છે સેના: આર્મી ચીફ
સેના પ્રમુખ, વિપિન રાવત

મોટા આતંકવાદી હુમલાનો સામનો કરવા ભારતીય સેના પૂરી રીતે તૈયાર

  • Share this:
નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ભારતીય સેનાની હિંમત અને ક્ષમતા પ્રગટ કરતાં કહ્યું હતું કે, સેના માત્ર એક અવાજ પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે અને હવે ક્યારેય પણ એવી સ્થિતિ પેદા નહિં થાય જ્યારે સેના 26/11 જેવા મોટા આતંકવાદી હુમલાનો મુકાબલો ન કરી શકે. રાવતે કહ્યું કે સેના હવે સરકાર તરફથી મળેલા આદેશના આધાર પર કાર્યવાહી કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આર્મી ચીફ રાવતે કહ્યું કે, જો અમને સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવાનું કહેવામાં આવે તો અમે તૈયાર છીએ અને અમારામાં તે ક્ષમતા છે.

હવે ક્યારેય પણ એવી સ્થિતિ પેદા નહિં થાય જ્યાં આપણી પાસે આતંકવાદી હુમલાનો મુકાબલો કરવાનો વિકલ્પ ન હોય.

રાવત આ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે જો 26/11 જેવો હુમલો થયો તો આપણી જવાબી કાર્યવાહી શું હશે? ઘાટીમાં જવાનોનાં માથા કાપી નાખવાનાં સંબંધે સવાલ કરવા પર રાવતે કહ્યું કે પાછલા દોઢ વર્ષમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. તેમજ પંચાયત સદસ્યોનાં મકાન અને શાળાને પણ સળગાવવામાં આવ્યા છે.

 
First published: November 27, 2018
વધુ વાંચો
अगली ख़बर