કોરોનાઃ આર્મી ચીફે કહ્યું, સ્થિતિ સામે લડવા માટે અમારી પાસે 6 કલાકનો પ્લાન તૈયાર

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (ફાઇલ તસવીર)

ઈન્ડિયન આર્મી માત્ર 6 કલાકની નોટિસ પર 45 બૅડનો આઇસોલેશન વોર્ડ અને આઈસીયૂ તૈયાર કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (Army Chief General M M Naravane) એ કહ્યું કે આર્મી કોરોના વાયરસથી લડવા માટે પૂરી રીતે તૈયાર છે અને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે પૂરી તાકાત લગાવી દેશે. તેની સાથોસાથ તેઓએ કહ્યું કે આર્મી માત્ર 6 કલાકની નોટિસ પર આઇસોલેશન વોર્ડ અને આઈસીયૂ તૈયાર કરી શકે છે. નરવણેના જણાવ્યા મુજબ, જ્યારે પણ આર્મીને લોકોની મદદ માટે બોલાવવામાં આવશે તે તાત્કાલિક આવી જશે.

  45 બૅડનો આઇસોલેશન વોર્ડ

  અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આર્મી ચીફે કહ્યું કે, ક્વિક રિએક્શન ટીમ કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે, અમે લોકો માત્ર 6 કલાકની નોટિસ પર 45 બૅડનો એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી શકીએ છીએ. તેની સાથે જ 10 બૅડનો એક આઈસીયૂ વોર્ડ પણ તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત સર્વેલન્સ અને આઇસોલેશનની પ્રોડક્ટવિટીને વધારી પણ શકાય છે.

  દરરોજ બેઠક થઈ રહી છે

  નરવણેના જણાવ્યા મુજબ, આર્મી દરરોજ સ્થિતિની સમીક્ષા કરી રહી છે. તેઓએ કહ્યું કે તેમના તમામ આર્મી કમાન્ડર, પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર અને એડવાઇઝર સતત બેઠક કરી રહ્યા છે અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં સેનામાં અલગ-અલગ સ્તરે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તેઓ જોત રોજ તેનું રિવ્યૂ પણ કરી રહ્યા છે. નરવાણેએ સ્વીકાર્યું કે આગામી સપ્તાહ ખૂબ મહત્વપૂર્ણ છે.

  આ પણ વાંચો, ગુજરાતની આ 4 ખાનગી લૅબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી, જુઓ યાદી

  રાજનાથ સિંહે કર્યા વખાણ

  નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા યોજાયેલી બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી અને એરફોર્સના ખૂબ વખાણ કર્યા હતા. આર્મીની દેખરેખમાં અત્યાર સુધી વિદેશથી લાવવામાં આવેલા 1462 લોકોને રાખવામાં આવ્યા છે. જેમાંથી 389 લોકોને આઇસોલેશન પૂરું થયા બાદ ઘરે મોકલવામાં આવ્યા છે. હાલના સમયમાં આર્મી તરફથી માનેસર, હિંડન, જેસલમેર, જોધપુર અને મુંબઈમાં 1073 લોકોની દેખરેખ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, કોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન
  Published by:Mrunal Bhojak
  First published: