India-China Standoff: ભારતીય સેનાને 15 દિવસ સુધી દારૂગોળો રાખવાની મંજૂરી,ચીનને ભણાવશે પાઠ

પહેલા શસ્ત્ર સરંજામ અને દારૂગોળાની સ્ટોરેજ લિમિટ 10 દિવસની હતી, આ કારણે લેવામાં આવ્યો અગત્યનો નિર્ણય

પહેલા શસ્ત્ર સરંજામ અને દારૂગોળાની સ્ટોરેજ લિમિટ 10 દિવસની હતી, આ કારણે લેવામાં આવ્યો અગત્યનો નિર્ણય

 • Share this:
  નવી દિલ્હીઃ ચીન (China)ની સાથે સરહદ પર ચાલુ તણાવની વચ્ચે ભારતે એક અગત્યનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળો (Armed Forces)ને 15 દિવસના ભીષણ યુદ્ધ માટે સામાન અને દારૂગોળો સ્ટોરેજ કરવાની મંજૂરી આપી દીધી છે. પૂર્વ લદાખ (Eastern Ladakh)માં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્ર સરકારના નિર્ણય અને ઇમરજન્સી નાણકીય શક્તિઓના ઉપયોગ કરતાં સશસ્ત્ર દળો દ્વારા આવનારા દિવસોમાં 50 હજાર કરોડનો જરૂરી સામાન અને દારૂગોળાની સાથે હથિયારોની ખરીદી કરવાની આશા છે.

  કેન્દ્ર સરકારનો નિર્ણય 15-I લેવલ માટે આવ્યો છે, પહેલા સામાન અને દારૂગોળો સ્ટોરેજની લિમિટ 10 દિવસની હતી. સરકારના આ નિર્ણયથી સશસ્ત્ર દળોને ચીન અને પાકિસ્તાનની સાથે બે મોર્ચા પર યુદ્ધની તૈયારી કરવામાં મદદ મળશે. સરકારી સૂત્રોએ ANIને કહ્યું કે, 15 દિવસના ભીષણ યુદ્ધ માટે સામાન એકત્ર કરવાની મંજૂરી બાદ અત્યાધુનિક હથિયાર, ઉપકરણ અને દારૂગોળાની ખરીદી કરવામાં આવી રહી છે. સૂત્રોએ કહ્યું કે કેન્દ્ર સરકારે તેના માટે થોડા સમય પહેલા જ મંજૂરી આપી હતી.

  આ પણ વાંચો, હાર્દિક પંડ્યા નિભાવી રહ્યો છે પિતાની જવાબદારી, દીકરાને દૂધ પીવડાવતા કહી હૃદયસ્પર્શી વાત

  નોંધનીય છે કે, સેનાને પહેલા 40 દિવસો માટે હથિયાર, દારૂગોળો અને શસ્ત્ર સરંજામ એકત્ર કરવાની મંજૂરી હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને 10 દિવસ કરી દેવામાં આવી. અહેવાલો મુજબ સૈન્ય શસ્ત્ર સરંજામના સ્ટોરેજ અને યુદ્ધના બદલતા સ્વરૂપને કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો, 2020ના આ વાયરલ વીડિયો, જેણે કોરોના કાળને પણ યાદગાર બનાવી દીધો

  જોકે ઉરી હુમલા બાદ એ જાણવા મળ્યું કે શસ્ત્ર દળોની પાસે સ્ટોક ઘણો ઓછો છે અને તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પરિકરની આગેવાની ડિફેન્સ કમિટીએ સશસ્ત્ર દળોના વાઇસ-ચીફના નાણકીય તાકાતને 100 કરોડથી વધારીને 500 કરોડ રૂપિયા કરી દીધી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: