ચીતા અને ચેતક હેલિકોપ્ટરની કથળી સ્થિતિ, સેનાએ રિપ્લેસમેંટ માટે સરકારને કર્યા એલર્ટ

પ્રતિકાત્મક તસવીર

ચીતા હેલિકૉપ્ટર (Cheetah Helicopters) પોતાની ઉંમર કરતા વધુ સેવા આપી રહ્યા છે. તેમના પ્રોડક્શનને 1990માં રોકી દેવામાં આવ્યું હતું.

 • Share this:
  ભારતીય સેના (Indian Army), વાયુસેના (Airforce)માં ઉપયોગમાં લેવામાં આવતા ચીતા અને ચેતક હેલિકોપ્ટરો (Cheetah Chetak Helicopters)ની સેફ્ટી ચેકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું હતું. સોનીપતમાં ટેકનીકલી ખરાબીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. 80ના દાયકાથી સેવારત ચીતા હેલિકોપ્ટરોને એક સમયે ડેથ ટ્રેપ કહેવાતું હતું. પણ હવે સેનાને આ હેલિકોપ્ટરોની રિપ્લેસમેન્ટ માટે સરકારથી ફરી એક વાર માંગ કરી છે.

  સેનાએ સરકારને જણાવ્યું કે ચીતા અને ચેતક હેલિકોપ્ટરોની કુલ ટેકનિકલ લાઇફ 2023 સુધી પુરી થઇ જશે. આ મુજબ તે સરકારની માંગણી કરી છે કે લાંબા સમયથી લટકેલા મેક ઇન ઇન્ડિયાના આ બે પ્રોજેક્ટ્સને ફાસ્ટ ટ્રેક કરવામાં આવે.

  એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયે કહ્યું છે કે સિંગલ એન્જિન વિટેંજ ચીતા અને ચેતક હેલિકોપ્ટરોથી ઓપરેશનમાં મુશ્કેલી આવે છે. જે મુજબ તેને બદલવા જરૂરી છે. રિપોર્ટ મુજબ હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડએ આ હેલિકોપ્ટરોને તમામ બેચને ચેક કરવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ ખાલી થલ સેનાના 150 અને વાયુસેનાના 130 હેલિકોપ્ટરોને વન ટાઇમ ચેક કરવામાં આવશે. રિપોર્ટમાં સુત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે તેની કોઇ સમય સીમા નથી કહેવામાં આવી પણ અમે આ કામ જલ્દી જ કરી લઇશું. જેથી બેકઅપ હોવાથી ઓપરેશન વાર નહીં લાગે.

  વધુ વાંચો : પોલિસ હેડ કોન્સ્ટેબલે પોતાને મારી ગોળી, પત્ની સાથે ચાલી રહ્યો હતો વિવાદ

  આર્મી ઓફિસરોનો પરિવાર લાંબા સમયથી ચીતા હેલિકોપ્ટરોને ફ્લીટથી દૂર કરવાની માંગ કરતો આવ્યો છે. તેમની ફરિયાદ છે કે આ સિંગલ એન્જિન હેલિકોપ્ટર હોવાના કારણે ઇમરજસીમાં દુર્ધટનાગ્રસ્ત થવાની સંભાવના રહેલી છે. આજે પણ 80ના દાયકાના હેલિકોપ્ટરો ઉડાન ભરી રહ્યા છે. રક્ષા જાણકારોનું માનવું છે કે ચીતા હેલિકોપ્ટર પોતાની ઉંમર કરતા વધારે સેવા આપી ચૂક્યા છે. અને તેમની પ્રોડક્શન 1990માં બંધ કરી દેવામાં આવી હતી. સરકારનું માનવું છે કે જૂના હેલિકોપ્ટરો દૂર કરતા જ નવા હેલિકોપ્ટરોની જરૂર પડશે.  ભારતે રશિયા સાથે એક કરાર કર્યો છે. જે હેઠળ તે 200 કામોવ હેલિકોપ્ટરનું પ્રોડક્શન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે અલગ અલગ રીતના જૂના હેલિકોપ્ટરોને દૂર કરવામાં આવતા 10-15 વર્ષોમાં 1200 હેલિકોપ્ટરની જરૂરિયાત પડશે. જેમાં 1.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
  Published by:Chaitali Shukla
  First published: