નવી દિલ્હી : ભારતીય સેના (Indian Armed Forces) સરહદે દેશની રક્ષા કરવાની સાથોસાથ અત્યારે કોરોના મહામારી સામે પણ લડી રહી છે. સેનાની ત્રણેય પાંખો પોતાના સૈનિકો ભૂતપૂર્વ સૈનિકો અને તેમના કુટુંબીજનોની દેખરેખ માટે તો લાગેલી છે, સાથે સાથે સિવિલ હોસ્પિટલોમાં પણ ભારતીય સેના સેવા આપી રહી છે. વર્તમાન સમયે સેનાના તમામ હોસ્પિટલો સંપૂર્ણ રીતે ભરાયેલા છે. પરિણામે દિલ્હીના બેઝ હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી છે. જ્યાં પણ વધુ બેડ હોય ત્યાં સિવિલિયનને જગ્યા આપવામાં આવે તેવો આદેશ સેનાના તમામ લોકલ કમાન્ડરને અપાઇ ચૂકયો છે.
મોટાભાગના મેડિકલ સ્ટાફને કોવિડ હોસ્પિટલોમાં સિવિલ ડોક્ટરોની મદદ માટે તૈનાત કરી દેવાયો છે. 23 એપ્રિલ સુધીના આંકડાઓ પર નજર દોડાવીએ તો, દિલ્હીના પટેલ કોવિડ હોસ્પિટલમાં સેનાના 72, અમદાવાદમાં 35, પટનામાં 35 મેડિકલ સ્ટાફ ખડે પગે છે.
સેનાના એક અધિકારીના મત મુજબ યુદ્ધ વખતે જેમ ભારતીય સેના વોર પ્લાન હેઠળ સીવીલીયનના હોસ્પિટલોમાં સેવા લેતી હોય છે તેવી આ સ્થિતિ છે. પરંતુ વર્તમાન સમયે ઉંધી સ્થિતિ છે. અત્યારે સિવિલિયનને સેનાની હોસ્પિટલોમાં સેવા લેવી પડી રહી છે.
ભૂતપૂર્વ સૈનિક અને તેમના પરિવારજનોની સારવાર સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ હંગામી ભરતીની મંજૂરી આપી દીધી છે. દેશભરના કુલ 51 ECHS પોલીક્લિનિકમાં આરોગ્ય અધિકારી, નર્સિંગ સહાયક, ફાર્માસિસ્ટ, ડ્રાઇવર અને ચોકીદારની ભરતી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટના આ વધારાના સ્ટાફને ત્રણ મહિના માટે સ્ટેશન હેડક્વાર્ટર તરફથી રાખવામાં આવશે. જેમને રાતની ડ્યૂટીમાં તૈનાત કરાશે.
હંગામી સ્ટાફને આટલો પગાર ચૂકવાશે
મેડિકલ ઓફિસરને રૂ. 75000, નર્સિંગ આસિસ્ટન્ટ અને ફાર્માસિસ્ટને રૂ.28100 ડ્રાઈવરને રૂ.19700 પગાર ચૂકવવામાં આવશે. હાલ સૌથી વધુ 22 ECHS પોલીક્લિનિક સેનાના પશ્ચિમ કમાન છે જેને હાઈ પ્રેસર ECHS પોલીક્લિનિક ગણવામાં આવે છે. આ સ્થળે દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.
નૌસેના દ્વારા પણ ગત વર્ષથી કોરોનાથી લડવા માટે બેટલ ફિલ્ડ આસિસ્ટન્ટ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં નોન મેડિકલ સ્ટાફને નર્સિંગ આસિસ્ટન્ટની ટ્રેનિંગ અપાય છે.
" isDesktop="true" id="1091644" >
નૌસેનાના 100 વધુ મેડિકલ સ્ટાફને સિવિલ હોસ્પિટલોમાં ખડે પગે રાખવામાં આવ્યા છે. અગાઉ રક્ષા મંત્રાલય દ્વારા કોરોના સામેની લડાઈમાં આર્મ ફોર્સીસ મેડીકલ સર્વિસને ઈમરજન્સી નાણાકીય અધિકાર આપ્યા હતા. આ રકમ રૂ.2 કરોડની લઈ રૂ. 5 કરોડ સુધીની નક્કી કરાઇ છે. તેનો ઉપયોગ કોરોનાની સારવાર માટે જરૂરી દવાઓ, સામાન અને અન્ય સાધનો ખરીદવા કરાશે. આ ઉપરાંત સુરક્ષા વિભાગે સોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત સેનામાં ભરતી કરેલા તબીબોની નોકરીની સમયમર્યાદામાં વધારો કર્યો છે, આવા તબીબોને હવે 31 ડિસેમ્બર સુધી નિવૃત્તિ નહીં કરાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર