Home /News /national-international /વન વિભાગ આરીફ અને સ્ટોર્કની મિત્રતા વચ્ચે દુશ્મન બની આવ્યું, મિત્રના વિયોગથી આરીફ રડી પડ્યો

વન વિભાગ આરીફ અને સ્ટોર્કની મિત્રતા વચ્ચે દુશ્મન બની આવ્યું, મિત્રના વિયોગથી આરીફ રડી પડ્યો

તૂટી ગઈ સ્ટોર્ક અને આરીફની મિત્રતા

Stork and Arif Friendship Story: ઉત્તર પ્રદેશની વન વિભાગની ટીમ આ સ્ટોર્કને સંરક્ષિતમાં લઈ ગયા છે. જેથી આરીફ અને સ્ટોર્કની ગાઢ મિત્રતા ટૂટી ગઈ છે. વન વિભાગ આરીફ અને સ્ટોર્કની મિત્રતા વચ્ચે દુશ્મન બનીને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે સ્કોર્ક કે જે, ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે તેને વન વિભાગ સુરક્ષિત વિસ્તારમાં લઈ ગયા છે.

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India
અમેઠી: ઉત્તર પ્રદેશના અમેઠીમાં આરીફ નામના વ્યક્તિએ રાજ્યના રાજ્ય પક્ષી સ્ટોર્કનું જીવન બચાવ્યું હતું. જેથી તે સ્ટોર્ક આરીફનું ખાસ મિત્ર બની ગયું હતું. તેમની મિત્રતા એટલે અનોખી મિત્રતા બની ગઈ હતી. આરીફ જ્યા પણ જતો ત્યા સ્ટોર્ક તેની પાછળ પાછળ જતું હતું. તેણે આરીફને પોતાનો પરિવાર માની લીધો હતો. જોકે આરીફના પરિવારે પણ સ્ટોર્કને પોતાની પરિવારના સભ્યની જેમ સાચવતા હતા. તેના માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આરીફની આંખમાંથી આસું આવી ગયા


અત્યારે મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશની વન વિભાગની ટીમ આ સ્ટોર્કને સંરક્ષિતમાં લઈ ગયા છે. જેથી આરીફ અને સ્ટોર્કની ગાઢ મિત્રતા ટૂટી ગઈ છે. વન વિભાગ આરીફ અને સ્ટોર્કની મિત્રતા વચ્ચે દુશ્મન બનીને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે સ્કોર્ક કે જે, ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે તેને વન વિભાગ સુરક્ષિત વિસ્તારમાં લઈ ગયા છે. પરંતુ તેના મિત્ર આરીફ પર આફત આવી છે. કારણ કે, તેમની મિત્રતા તૂટી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે વન વિભાગે સ્ટોર્કને રાયવરેલીના સમસપુર પક્ષી અભ્યારણ્યમાં મોકલ્યું છે.

આ પણ વાંચો: માણસ અને પક્ષીની અદભૂત મિત્રતા, આ સ્ટોર્ક નામનું પક્ષી આરીફ સાથે પરિવારના સભ્યની જેમ રહે છે

 સ્ટોર્ક સાથે આરીફ મિત્ર તરીકે રહેતો હતો


 આરીફ અમેઠી જિલ્લાના જામો વિકારસ બ્લોક માંડકા ગામનો રહેવાસી છે. તે ઉત્તર પ્રદેશના રાજ્ય પક્ષી સ્ટોર્ક સાથે મિત્ર તરીકે રહેતો હતો. આ મિત્રતાની શરૂઆત ઓગસ્ટ 2022માં થઈ હતી, જ્યારે આ ઘાયલ પક્ષી સ્ટોર્ક જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યું હોય છે. તેવા સમયે આરીફ તેની મદદે આવે છે અને તેનો જીવ બચાવે છે. ત્યારેથી તેમની આ અનોખી મિત્રતાની શરૂઆત થાય છે. અત્યારે છેલ્લા એક વર્ષ તેઓ સાથે રહેતા હતા. આ પક્ષી સ્ટોર્ક આરીફ અને તેના પરિવાર સાથે જ રહેતું હતું.

આ પણ વાંચો: સુરતના ONGC બ્રીજ નીચે કોલસા ભરેલા પાંચ જેટલા બાજ ફસાયા, તંત્રમાં મચી ગઈ હતી દોડધામ

આરીફના પડછાયાની જેમ તેની સાથે ફરેતું


અહીં આશ્ચર્યની વાત તો એ છે કે, આ પક્ષી ન કેવળ આરીફ સાથે રહેતું હતું પરંતુ આરીફના પડછાયાની જેમ તેની સાથે ફરેતું પણ હતું. આરીફ જ્યા પણ જતો હતો, તે તેની સાથે જ જતું હતું. મજાની વાત તો એ છે કે, આરીફ ચાલતો જાય કે સાયકલ લઈને જાય પણ સ્ટોર્ક તેની સાથે જતું હતું. આથી બન્ને વચ્ચેના પ્રેમ અને લાગણી ચોખ્ખી દેખાય છે. આરીફના પરિવારમાં તેની પત્ની, બે બાળકો અને આરીફના માતા-પિતા રહે છે. જ્યારે આ સ્ટોર્ક પણ તેના પરિવારના સભ્યની જેમ પરિવાર સાથે રહેતું હતું પરંતુ તેમની મિત્રતા હવે તૂટી ગઈ છે.
First published:

Tags: Friendship, Gujarati news, Uttar prades