ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્જેન્ટિનાની રાજધાની વ્યૂનસ આયર્સમા જી-20 સમિટમાં સામેલ થયા છે, જો કે અહીંની એક સ્થાનિક ન્યૂઝ ચેનલે 'ધ સિંપસંસ'ના કાર્ટૂન કેરેક્ટર અપૂની તસવીર દેખાડી, જેના કારણે ન્યૂઝ ચેનલની ચારેબાજુ આલોચના થઇ રહી છે, ચેનલ પર રેસિઝમનો આરોપ લાગી રહ્યો છે.
આર્જેન્ટિનાની ચેનલ ક્રોનિકા ટીવીએ પીએમ મોદીનું વિમાન બ્યૂનસ આયર્સ પહોંચતાની સાથે જ અપૂની તસવીર ચલાવી, આ કાર્ટૂનની સાથે કેપ્શનમાં લખ્યું કે અપૂ પહોંચી ગયા છે, સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલની આ હરકતનો વિરોધ થઇ રહ્યો છે. કેટલાક યૂઝર્સે લખ્યું કે આ એક વિદેશી નેતાનું અપમાન છે, આવું ન કરવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે અપૂ નહસપીમાપેટિલન 1990ના દાયકામાં આવનારી એનિમેશન સીરિઝ ધ સિંપસંસનું એક પાત્ર છે, અપૂને હેંક અઝારિયાએ અવાજ આપ્યો હતો. ભારતીય અમેરિકન હરી કોંડાબોલૂએ અપૂ પર વર્ષ 2017માં એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે અપૂને જાતિવાદનો વિચાર દર્શાવવા માટે બનાવવામાં આવ્યું હતું.
જી-20ના આયોજન કરનારું આર્જેન્ટિના માત્ર મોદી જ નહીં પરંતુ અન્ય કારણોસર પણ વિવાદમાં છે. આ પહેલા જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્મેનુએલ મેક્રોં જ્યારે આર્જેન્ટિનાની રાજધાની બ્યનૂસ આયર્સ પહોંચ્યા તો એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે કોઇ ન હતું. આર્જેન્ટિનાના જે પ્રતિનિધિમંડળે તેમનું સ્વાગત કરવુ જોઇતું હતું તેમાંથી કોઇ હાજર ન હતું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર