Home /News /national-international /

ઘરમાં સિક્યુરિટી કેમેરા લગાવવાનું વિચારો છો? તો અમેરિકાની આ ઘટના વાંચી લો

ઘરમાં સિક્યુરિટી કેમેરા લગાવવાનું વિચારો છો? તો અમેરિકાની આ ઘટના વાંચી લો

સીસીટીવીની તસવીર

હેકરે 8 વર્ષની બાળકીના રૂમમાં લગાવેલા કેમેરા હેક કર્યાહતા. ત્યારબાદ હેકર્સ એ કેમેરાથી ડરામણી અવાજ કાઢવો હતો. બાળકી સાથે વાત કરવાનીકોશિશ પણ કરતો હતો.

    જો તમે પણ ઘરમાં સિક્યુરિટી કેમેરા (Security cameras) લગાવવાનું વિચારી રહ્યા છો તો થોડા સાવધાન થઈ જાઓ. કારણ કે હેકર્સ તમારા સિક્યુરિટી કેમેરા હેક કરીને તમારી પ્રાઇવસીને (Privacy) ખતરામાં મૂકી શકે છે. ઉલ્લેખનીય છેકે, અમેરિકાના (America) ટેનેસી શહેરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હેકરે 8 વર્ષની બાળકીના રૂમમાં લગાવેલા કેમેરા હેક કર્યાહતા. ત્યારબાદ હેકર્સ એ કેમેરાથી ડરામણી અવાજ કાઢવો હતો. બાળકી સાથે વાત કરવાનીકોશિશ પણ કરતો હતો.

    આ પણ વાંચોઃ-અમેરિકા જવા ઇચ્છુક લોકો આ મહત્વના સમાચાર ધ્યાનથી વાંચો

    હેકર્સ ટીવી તોડવા માટે ઉકસાવતો હતો
    બાળકીની માતા એશ્લેએ પોલીસને જણાવ્યું હતું કે, હેકર સેન્ટા ક્લોઝ બનીને તેની સાથે વાત કરતો હતો. અને તેને ટીવી તોડવા માટે સતત ઉકસાવતો હતો. એશ્લેએ આ સ્માર્ટ ટીવી અને સિક્યોરિટી કેમેરાને થોડા દિવસ પહેલા બ્લેકફ્રાઈડે શેલમાં ખરીદ્યું હતું. જેથી તે પોતાની ત્રણે પુત્રીઓ ઉપર નજર રાખી શકે. એશ્લેએ વાતની ચિંતા સતાવી રહી છે કે, હેકર્સે તેની પુત્રીઓની પ્રાઈવસીને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધી છે.

    આ પણ વાંચોઃ-ગંગા કિનારે હિન્દુ વિધિથી વિદેશી યુગલે લગ્ન કર્યા, જુઓ તસવીરો

    હેકર્સ બાળકીને બેસ્ટફ્રેન્ડ બનવા માટે કહેતો હતો
    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હેકર્સ રૂમમાં મ્યૂઝિક પણ પ્લે કરતો હતો અને પૂછતો હતો કે શું તે બેસ્ટ ફ્રેન્ડ બનવા માંગે છે. જોકે, બાળકી આનાથી હેરાન-પરેશાન થઈ ગઈ હતી. એક દિવસે બાળકીએ તેના પિતાને આ અંગે જાણ કરી હતી. પિતાએ તેના રૂમના કેમેરાને બંધ કરાવી દીધો હતો. હવે તે આ કેમેરાને કંપનીને પાછો આપવાનું વિચારી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-લખનઉમાં વૃદ્ધ દંપતીનું ગળું કાપી કરી હત્યા, લાખોના દાગીનાની લૂંટ

    ઈન્ટરનેટથી થઈ જાય છે કનેક્ટ
    આ કેમેરાને સ્માર્ટફોન એપ દ્વારા ગમેત્યાંથી કનેક્ટ થઈ શકે છે. આ કેમેરામાં સ્પીકર્સ પણ લાગેલા છે. જેનાથી યુઝર્સ વાત પણ કરી શકે છે. ઈન્ટરનેટથી કનેક્ટ હોવાના કારણે આવા કેમેરા હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. હેકર્સ લોગઈન ડીટેલ મેળવીને કેમેરા ઉપર સંપૂર્ણ એક્સેસ મેળવી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: અમેરિકા, સીસીટીવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन