ભાજપરાજમાં એકેય આતંકી હુમલો નહીં: રક્ષામંત્રી; ઉરી-પઠાણકોટમાં શું થયું'તું? : પી. ચિદમ્બરમ

News18 Gujarati
Updated: January 14, 2019, 1:36 PM IST
ભાજપરાજમાં એકેય આતંકી હુમલો નહીં: રક્ષામંત્રી; ઉરી-પઠાણકોટમાં શું થયું'તું? : પી. ચિદમ્બરમ
પ્રતિકાત્મક તસવીર

2016માં ઉરી અને પઠાણકોટમાં આતંકી હુમલાઓ થયા હતા. આ સમયે ભારતીય જનતા પાર્ટીની જ કેન્દ્રમાં સરકાર હતી. હવે લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચુક્યુ છે

  • Share this:
દેશનાં રક્ષામંત્રી નિર્મલા સિતારામને કહ્યું કે, ભાજપ જ્યારથી કેન્દ્રમાં સત્તા પર આવ્યુ (2014) ત્યારથી દેશમાં એક પણ આતંકવાદી હુમલો થયો નથી. તો સામે કોંગ્રેસનાં નેતા પી. ચિદમ્બરમે સવાલ કરતા કહ્યું કે, શું નિર્મલા સિતારામન પાકિસ્તાનને ક્લિન ચીટ આપે છે ? શું ઉરી અને પઠાણકોટ ભારતમાં આવતા નથી ? એક વખત ભારત દેશનો નકશો જોઇ જુઓ ? ઉરી અને પઠાણકોટ પર હુમલા કોના સમયમાં થયા હતા ?”

ભાજપની નેશનલ કાઉન્સિલમાં સંબોધન કરતી વખચે રક્ષામંત્રી નિર્મલા સિતારામને દાવો કર્યો હતો કે, 2014માં ભાજપ જ્યારથી સત્તા પર આવ્યુ ત્યારથી દેશ પર એક પણ આંતકી હુમલો થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દેશની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરી છે અને આંતકીઓ આ દેશની શાંતિને ડહોળી શકશે નહીં.

ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યુ કે, રક્ષા મંત્રી એવું કહે છે કે, 2014 પછી ભારતમાં કોઇ આંતકવાદી હુમલો થયો નથી. રક્ષામંત્રી ભારતનો નકશો હાથમાં લે અને પઠાણકોટ અને ઉરી ક્યાં આવ્યુ તે બતાવે”
“જો રક્ષામંત્રી એવું કહે છે કે, પાકિસ્તાન તરફથી ભારતમાં કોઇ હુમલાઓ થયા નથી તો શું રક્ષામંત્રી પઠાણકોટ અને ઉરીમાં થયેલા હુમલાઓમાં પાકિસ્તાનને ક્લિન ચીટ આપે છે ?” ચિદમ્બરમે ચાબખા મારતા લખ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2016માં ઉરી અને પઠાણકોટમાં આતંકી હુમલાઓ થયા હતા. આ સમયે ભારતીય જનતા પાર્ટીની જ કેન્દ્રમાં સરકાર હતી. હવે લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચુક્યુ છે અને કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવવા માંગે છે.

કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલે પણ રક્ષામંત્રી પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, ભાજપના રાજમાં પઠાણકોટ, ઉરી, અમરનાથ યાત્રા તથા અન્ય ઘટનાઓમાં 400થી જવાનો આંતકી હુમલાઓમાં શહિદ થાય છે અને રક્ષા મંત્રી એમ કહે છે કે, 2014 પછી દેશમાં આતંકી હુમલાઓ થયા જ નથી. હદ થઇ ગઇ”.

First published: January 14, 2019, 1:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading