શું તમે પણ મોમોસ ખાવાના શોખિન છો? એક વ્યક્તિનું મોત, AIIMS એ આપી મોટી ચેતવણી
શું તમે પણ મોમોસ ખાવાના શોખિન છો? એક વ્યક્તિનું મોત, AIIMS એ આપી મોટી ચેતવણી
મોમોસથી મળ્યું મોત
Death from momos : એક વ્યક્તિને દક્ષિણ દિલ્હી (Delhi) થી AIIMS માં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તે એક દુકાનમાં ભોજન કરી રહ્યો હતો, ત્યારે અચાનક તે જમીન પર પડી ગયો
નવી દિલ્હી. નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના નિષ્ણાતોએ ગૂંગળામણને કારણે એક વ્યક્તિના મૃત્યુના દુર્લભ કિસ્સો સામે આવ્યા બાદ 'સાવધાની સાથે મોમોસ ચાવીને ખાવાની' ચેતવણી જાહેર કરી છે. AIIMS ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મોમોસ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેનુ પડ લીસુ અને નરમ હોય છે અને તેના કારણે, જો તે યોગ્ય રીતે ચાવ્યા વગર ગળી જવામાં આવે તો તેનાથી ગૂંગળામણ અને તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
મિન્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, AIIMSના રિપોર્ટ અનુસાર, લગભગ 50 વર્ષના નશામાં ધૂત એક વ્યક્તિને દક્ષિણ દિલ્હીથી AIIMSમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તે એક દુકાનમાં ભોજન કરી રહ્યો હતો, ત્યારે અચાનક તે જમીન પર પડી ગયો. પોસ્ટમોર્ટમ દરમિયાન સીટી સ્કેનના ઉપયોગથી જાણવા મળ્યું કે, ઉપલા વાયુમાર્ગ અથવા વિન્ડપાઈપની શરૂઆતમાં ડમ્પલિંગ જેવી વસ્તુ દાખલ કરવામાં આવી હતી, જેનાથી ડોકટરો નિષ્કર્ષ પર આવ્યા કે, મોમોસના કારણે ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું.
એમ્સના ફોરેન્સિક વિભાગના વડાએ શું કહ્યું
આ અહેવાલ જર્નલ ઑફ ફોરેન્સિક ઇમેજિંગની નવીનતમ સંસ્કરણમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. AIIMSના ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ મિન્ટને જણાવ્યું હતું કે, “આ તારણો તબીબી અભિપ્રાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે માત્ર CT સ્કેન દ્વારા જ થઈ શકે છે. પરંપરાગત દ્રશ્ય પોસ્ટમોર્ટમ પરીક્ષણમાં તે શોધી શકાતું નથી.
ગૂંગળામણ શું છે અને આવી સ્થિતિ શા માટે ઊભી થાય છે
તબીબી પરિભાષામાં, ગૂંગળામણ એ એવી સ્થિતિ છે કે, જ્યાં અન્નનળી (ભોજનને પેટમાં લઈ જતી નળી) અને શ્વાસનળી વચ્ચે કોઈપણ સમયે વાયુમાર્ગમાં અવરોધ હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કંઈપણ ખાય છે જે અન્નનળીમાં પ્રવેશવા માટે ખૂબ મોટી હોય અને આકસ્મિક રીતે શ્વાસનળીમાં સરકી જાય છે, ત્યારે તે Posterior Hypopharynx (નળીનો નીચેનો ભાગ જે અન્નનળી અને શ્વાસનળી તરફ દોરી જાય છે) માં રહી જાય. જેના પરિણામે શ્વસન માર્ગ બ્લોક થઈ જાય છે અને તે ગૂંગળામણનું કારણ બને છે.
'મોમોસને યોગ્ય રીતે ચાવ્યા વગર ગળી જવું જીવલેણ સાબિત થઈ શકે છે'
રિપોર્ટના લેખક અને AIIMS ખાતે ફોરેન્સિક વિભાગના વધારાના પ્રોફેસર ડૉ. અભિષેક યાદવે જણાવ્યું હતું કે, “બાફેલા મોમોસ એ દિલ્હીના મનપસંદ સ્ટ્રીટ ફૂડમાંનું એક છે. મોમોસની સપાટી લપસણી અને નરમ હોય છે, જે ગૂંગળામણનું કારણ બની શકે છે અને જો યોગ્ય રીતે ચાવ્યા વગર ગળી જવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. આ ચોક્કસ કિસ્સામાં, મૃત્યુનું કારણ ન્યુરોજેનિક કાર્ડિયાક અરેસ્ટ હતું, જે મોમોસના ગૂંગળામણને કારણે થયું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર