કોરોના વેક્સીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના પાર્ટ હોય છે? જાણો શું છે કૉંગ્રેસ નેતાની દલીલ

કોરોના વેક્સીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના પાર્ટ હોય છે? જાણો શું છે કૉંગ્રેસ નેતાની દલીલ
કૉંગ્રેસના નેતા દ્વારા કોવિડ-19 વેક્સીનને ધર્મ સાથે જોડવાનો મામલો સામે આવ્યો, જાણો શું કરી દલીલ

કૉંગ્રેસના નેતા દ્વારા કોવિડ-19 વેક્સીનને ધર્મ સાથે જોડવાનો મામલો સામે આવ્યો, જાણો શું કરી દલીલ

 • Share this:
  મનીષ મિશ્ર. છત્તીસગઢ (Chhattisgarh)ના કવર્ધાના બોડલના નગર પંચાયતમાં સભાપતિ ખાદ્ય અને નાગરિક આપૂર્તિ સ્વાસ્થ્ય અને ચિકિત્સા વિભાગ કૉંગ્રેસ (Congress) નેતા ઓમપ્રકાશ શર્મા (Omprakash Sharma) દ્વારા કોવિડ-19 વેક્સીન (Covid-19 Vaccine) ને ધર્મ સાથે જોડવાનો મામલો સામે આવ્યો છે. તેઓએ કહ્યું છે કે વેક્સીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના બોડી પાર્ટ હોવાનો હવાલો આપતાં કલેક્ટરને પત્ર લખી ધર્મના આધાર પર છૂટ મળવાની માંગ કરી છે.

  કલેક્ટરને લખેલા પત્રમાં કૉંગ્રેસ નેતા ઓમપ્રકાશ શર્માએ કહ્યું છે કે, કોવિડ વેક્સીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના બોર્ડ પાર્ટ હોય છે. હું હિન્દુ ધર્મથી છું અને અમારા ધર્મમાં આ પ્રકારની ચીજોનું સેવન પૂરી રીતે પાપ માનવામાં આવે છે, તેને કારણે મને તથા મારા પરિવારને આ વેક્સીનેશનથી છૂટ મળે, જે અમારો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યું છે.
  આ પણ વાંચો, IPL 2021નું શિડ્યૂલ જાહેર, 9 એપ્રિલથી થશે પ્રારંભ, 30 મેના રોજ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

  કૉંગ્રેસ નેતાએ આ મામલાનો હવાલો આપતા કહ્યું કે એક જાહેરહિતની અરજી ઔરંગાબાદ હાઇકોર્ટમાં ડૉ. વિલાસ જગદાલે વિરુદ્ધ ભારત સરકાર (15232,2019) દાખલ છે. જ્યાં વેક્સીન કોર્ટ સ્ટેબલિશ કરીને ધર્મના આધાર પર છૂટ મળે, જે અમેરિકામાં 1976થી લાગુ છે, જે અહીં પણ લાગુ કરીને છૂટ આપવામાં આવે.

  આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

  કૉંગ્રેસ નેતાનું કહેવું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 25માં પણ તેની જોગવાઈ છે. સાથોસાથ વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સ પણ વધારે રહે છે. તેની ઓથેન્ટીસિટી સુપ્રીમ કોર્ટના મહેતા વિરુદ્ધ ભારત સરકાર કેસ સામે છે. કોવિડ વેક્સીનને લઈ કોઈ પણ પ્રકારની બળજબરી નથી. જો આપને લાગે છે તો વેક્સીન લો, નહીં તો કોઈ વાત નથી. પરંતુ આ પ્રકારની વાતોથી લોકોમાં અવિશ્વાસની ભાવના ઊભી થાય છે. લોકો તેને સસ્તી રાજનીતિ સિવાય બીજું કંઈ નથી માનતા. લોકોને આ પ્રકારની વાતો અને અફવાઓથી બચવું જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published:March 08, 2021, 08:06 am