14 ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડમાં વડાપ્રધાનની ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડન (Jacinda Ardern) આ ચૂંટણીથી દૂર રહેવાની યોજના બનાવી રહ્યા છે.
ઓકલેન્ડઃ 14 ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડમાં વડાપ્રધાનની ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડન (Jacinda Ardern) આ ચૂંટણીથી દૂર રહેવાની યોજના બનાવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, જૈસિંડા અર્ડર્ને ગુરુવારે એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને હવે પ્રધાનમંત્રી બનવાની ઈચ્છા નથી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, તે ચૂંટણી નહીં લડે, પરંતુ તેમને ખબર છે કે, ન્યુઝીલેન્ડના લોકોને પ્રભાવિત કરતા મુદ્દા આ વર્ષે ચૂંટણી સુધી સરકારના ધ્યાનમાં રહેશે.
જેસિંડા અર્ડને જણાવ્યું છે કે, 7 ફેબ્રુઆરી પહેલા લેબર પાર્ટી (Labor Party)ના નેતા તરીકે તેઓ આ પદ છોડી દેશે. તેમની જગ્યાએ અન્ય નેતા આ ચૂંટણી માટે ઊભા રહેશે અને તેમના માટે મતદાન કરવામાં આવશે. ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે, ગરમીની રજાઓમાં ભવિષ્ય માટે વિચાર કરવા થોડો સમય લીધો હતો. તેઓ જણાવે છે કે, આ મારા જીવનના આ સાડા પાંચ વર્ષ સૌથી સંતોષકારક છે. તેમની પાસે હવે દેશનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવાની શક્તિ નથી. ‘હું એક માણસ છું. રાજકારણીઓ માણસો છે. અમે બને ત્યાં સુધી કરીએ છીએ. મારા માટે રાજીનામું આપવાનો આ યોગ્ય સમય છે. વર્ષ 2017માં જેસિંડા અર્ડન માત્ર 37 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી બની ગયા હતા. કોવિડ-19 મહામારી, ક્રાઈસ્ટચર્ચ મસ્જિદનું શુટીંગ અને વ્હાઈટ આઈલેન્ડ જ્વાળામુખી દરમિયાન જેસિંડા અર્ડન પોતાના કામથી ચર્ચાનો વિષય બની ગયા હતા.
મોંઘવારીનો માર
આ વર્ષે પ્રધાનમંત્રીની ચૂંટણીમાં જેસિંડા અર્ડનના ત્રીજા કાર્યકાળની આશા રાખવામાં આવી રહી હતી. વધતી મોંઘવારીને કારણે તેમની સામે એક પડકાર ઊભો થયો હતો. ન્યુઝીલેન્ડની કેન્દ્રિય બેન્કે એક વર્ષ માટે મંદી આવવાની આશંકા વ્યક્ત કરી છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે બેન્કે રેકોર્ડ વ્યાજદરમાં વૃદ્ધિ કરવાનો નિર્ણય કર્યો છે. પેટાચૂંટણી ન યોજાય તે માટે જૈસિંડા અર્ડર્ન એપ્રિલ મહિના સુધી સંસદ સભ્ય રહેશે. આ પરિસ્થિતિમાં લેબર પાર્ટી નવા નેતાની પસંદગી કરવા માટે 22 જાન્યુઆરીના રોજ મતદાન કરશે. જેના પરથી જાણી શકાશે કે, કયા નેતાને સૌથી વધુ સમર્થન આપવામાં આવે છે. આ પ્રક્રિયા 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ જશે.