કોરોનાના વધતા સંક્રમણને કારણે JEE Main પરીક્ષાનું એપ્રિલ સત્ર પણ સ્થગિત

JEE Main April Session Postponed: જેઇઇ મેઇન 2021 એપ્રિલ સત્ર સ્થગિત, નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં

JEE Main April Session Postponed: જેઇઇ મેઇન 2021 એપ્રિલ સત્ર સ્થગિત, નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં

  • Share this:
    JEE Main April Session Postponed: સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઇઇ) મુખ્ય 2021 એપ્રિલ સત્રને સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)એ રવિવારે જણાવ્યું કે 27થી 30 એપ્રિલની વચ્ચે યોજાનારી એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા જેઇઇ-મેઇન્સને સ્થગિત કરી દેવામાં આવી છે.

    આ હતી પરીક્ષાની તારીખોઃ
    જેઇઇ પરીક્ષા 2021 એપ્રિલ સત્રની પરીક્ષા તારીખઃ 27, 28, 30 એપ્રિલ 2021

    શિક્ષણ મંત્રી નિશંકે પરીક્ષા સ્થગિત કરવાની ઘોષણા કરતાં કહ્યું કે, આપણા સ્ટુડન્ટ્સ અને તેમની શૈક્ષણિક કારકિર્દીની સુરક્ષા શિક્ષણ મંત્રાલય અને મારી મુખ્ય ચિંતાઓ છે. ટૂંક સમયમાં જ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, તારીખો અને પરીક્ષાની જાહેરાતની વચ્ચે સ્ટુડન્ટ્સને 15 દિવસનો સમય મળવો જોઈએ.

    આ પણ વાંચો, COVID-19 in India: કોરોનાનો કોહરામ, રેકોર્ડબ્રેક 2.61 લાખ નવા કેસ, 1501 દર્દીનાં મોત

    JEE Main એપ્રિલ સત્ર માટે સંશોધિત તારીખની ઘોષણા પરીક્ષાથી ઓછામાં ઓછા 15 દિવસ પહેલા કરવામાં આવશે.

    અહીં વાંચો શિક્ષણ મંત્રીના ટ્વીટ અને વાંચો સમગ્ર નોટિસ-

    એપ્રિલ સેશનમાં માત્ર પેપર 1ની પરીક્ષા યોજાવાની હતી. એન્જિનિયરિંગ કોલેજોમાં માત્ર બીઇ અને બીટેકમાં દાખલ કરવામાં આવે છે.

    આ પણ વાંચો, દુનિયાને PDFની ગિફ્ટ આપનારા ચાર્લ્સ ગેશ્કીનું નિધન, 81 વર્ષની ઉંમરે દુનિયાએ કહ્યું અલવિદા

    બીજી તરફ, એનટીએના અધિકૃત આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 સંબંધી હાલની સ્થિતિ અને પરીક્ષાર્થીઓ તથા પરીક્ષા સંબંધી પદાધિકારીઓની સૂચના તથા કુશળતા ધ્યાનમાં રાખતા જેઇઇ-મેન્સ એપ્રિલ સત્રને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સંશોધિત તારીખોની જાહેરાત બાદમાં અને પરીક્ષાની તારીખની 15 દિવસ પહેલા કરવામાં આવશે.

    નોંધનીય છે કે, સ્ટુડન્ટ્સ ટ્વીટર પર #postponejeeની સાથે JEE Main 2021 એપ્રિલની પરીક્ષાને સ્થગિત કરવા પર ભાર મૂકી રહ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: