વોશિંગટનઃ અલાસ્કા પેનિનસુલા (Earthquake in Alaska)માં બુધવારે રિક્ટર સ્કલ પર 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ તેના એપિસેન્ટરની આસપાસ 300 કિલોમીટર સુધી સુનામી (Tsunami)ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપનું એપિસેન્ટર પેરિવિલેથી 60 માઇલ દૂર હતું જ્યારે એન્કોરેન્જથી 500 માઇલ દૂર હોવાનું કહેવાય છે.
મીડીયા રિપોર્ટ્સમાં હજુ સુધી જાનમાલના નુકસાન વિશે જાણી નથી શકાયું. ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
સુનામીની ચેતવણી દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા પ્રાયદ્વીપ માટે છે. USGS અનુસાર, જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો સામાન્ય રીતે સુનામીની ખતરો રહે છે. 7.6થી 7.8 તીવ્રતાના ભૂકંપ બાદ એક ખતરનાક સુનામી આવવાની આશંકા રહે છે.
સુનામી સેન્ટરે નિવેદનમાં કહ્યું છે કે, સુનામીની ચેતવણી પ્રારંભિક જાણકારીના આધારે આપવામાં આવી રહી છે. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોથી અનેક માઇલ દૂર રહે, કારણ કે સુનામીના કારણે ઊંચે ઉઠતા માજો થોડીક સેકન્ડોમાં અનેક કિલોમીટરનું અંતર કાપી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર