યૌન ઉત્પીડન રોકવા કન્યા શાળામાં મહિલા શિક્ષકની નિમણૂંક, શું આ જ છે ઉપાય? જાણો, શું કહે છે વિશેષકો

પ્રતિકાત્મક તસવીર

આ શરમજનક ઘટનાએ સોશ્યલ મીડિયા પર માત્ર જાણીતા સેલિબ્રિટી જ નહીં પણ સામાન્ય જનતાનું ધ્યાન પણ દોર્યુ છે, જેમણે આ ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે

  • Share this:
નવી દિલ્હી : આ બધુ પદ્મ શેષાદ્રી બાળા ભવન સ્કૂલમાં કાર્યરત એક શિક્ષક સામે યૌન ઉત્પીડનનો આરોપ લગાવતા તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ શરૂ થયું છે. આ શરમજનક ઘટનાએ સોશ્યલ મીડિયા પર માત્ર જાણીતા સેલિબ્રિટી જ નહીં પણ સામાન્ય જનતાનું ધ્યાન પણ દોર્યુ છે, જેમણે આ ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અલગ અલગ ઘણી સ્કૂલોની વિદ્યાર્થીનીઓએ પોતાની શાળાના શિક્ષકો પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને ચેન્નઇની મહર્ષિ વિદ્યા મંદિર શાળાના એક વાણિજ્યના શિક્ષક સામે આવી ફરીયાદોનો ધોધ વહેતા તેને શાળામાંથી હાંકી કઢાયો હતો અને એક તપાસ બાદ 8 જૂને પોક્સો એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

શાળાઓની વિશ્વસનીયતા પર ઉઠી રહેલા સવાલો વચ્ચે સોશ્યલ મીડિયા પર લોકોનો રોષ ભભૂકી રહ્યો છે, ત્યારે તમિલનાડુ સરકારે ઓનલાઇન ક્લાસ માટે એક એસઓપી તૈયાર કરી છે. જેમાં શિક્ષકોને ક્લાસ માટે ઔપચારિક કપડા પહેરવા માટે આદેશ અપાયો છે. રાજ્યના શિક્ષામંત્રી અંબિલ મહેશ પોય્યામોઝીએ કહ્યું કે, તમિલનાડુની તમામ સ્કૂલોમાં એક વિસાકા સમિતિનું નિર્માણ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, કન્યા વિદ્યાલયમાં માત્ર મહિલા શિક્ષકોની નિમણૂંક કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. અમે માત્ર તેના પર ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે તેવી માંગ થઇ રહી છે.

ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તમિલનાડુના શિક્ષણવિદ્દ જયપ્રકાશ ગાંધીએ પોતાના મંતવ્યો આ અંગે જણાવ્યા હતા.

કન્યા શાળામાં માત્ર મહિલા શિક્ષકોની નિમણૂંક વિશે તમારો શું અભિપ્રાય છે?

સરકારી અને ખાનગી ક્ષેત્રની ચિંતા કર્યા વગર શાળાઓમાં મહિલા શિક્ષકોની નિમણૂંકમાં કંઇ જ ખોટું નથી. પરંતુ મેનેજમેન્ટ દ્રઢ હોવું જોઇએ કે તેઓ શિક્ષકોની ગુણવત્તાને ન દબાવે. તેમણે કોઇને એટલા માટે નિયુક્ત ન કરવા જોઇએ કારણ કે તે એક મહિલા છે. જો તેમનામાં સમાન યોગ્યતા છે તો તેની નિમણૂંક કરી શકાય છે. જ્યારે કો-એડ શાળાઓમાં મહિલા અને પુરૂષ શિક્ષકોનો રેશિયો સમાન રાખવો પડશે, જેથી શિક્ષણ પર અસર ન પહોંચે.

શું તેનું પરિણામ વિદ્યાર્થીનીઓમાં જાતિય સમાનતાની કમી હોઇ શકે છે?

તમિલનાડુની શાળાઓમાં ન તો માત્ર મહિલા શિક્ષકોનું વર્ચસ્વ છે કે ન તો માત્ર પુરૂષ શિક્ષકોનું વર્ચસ્વ છે. તેથી સરકારે ગુણવત્તાને દબાવ્યા વગર આ રેશિયો સંતુલિત કરવો પડશે. માત્ર મહિલા શિક્ષકોની નિમણૂંકથી વિદ્યાર્થીનીઓમાં જાતિય સમાનતાના જ્ઞાનની કમી નહીં થાય. પરીવેશ અને માતાપિતાનું સમર્થન પણ જરૂરી છે. બહુમતથી તેઓ નવા વાતાવરણમાં અનૂકુળ થવામાં સક્ષમ બનશે.

નિયમીતકરણમાં રાજ્ય સરકારની શું ભૂમિકા હશે?

રાજ્ય સરકાર મહિલા અને પુરૂષ શિક્ષકોનો રેશિયો એકત્ર કરી અને તેમના પ્રદર્શનનો સૂચકાંક જાણવા માટે જવાબદાર છે. શિક્ષકોને તેમના પ્રદર્શનની ગુણવત્તાના આધારે નિમણૂંક કરવા જોઇએ. આ સિવાય શિક્ષકોનું મુલ્યાંકન એક જરૂરી પ્રક્રિયા છે, જેને દર ત્રણ વર્ષે કરવી જોઇએ. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રની શાળાઓમાં શિક્ષકોના પ્રદર્શનને જાણવા અને તે અનુસાર વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી અભિપ્રાયો મંગાવવા જોઇએ. કન્યા શાળામાં નિમણૂંક કરવામાં આવતા મહિલા શિક્ષકોને પ્રેરિત કરવા જોઇએ અને બાદમાં તેમનું મુલ્યાંકન કરવું જોઇએ.

News18 સાથે વાતચીત કરતા તમિલનાડુના એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, શાળાઓમાં માત્ર પુરૂષ શિક્ષકોને અવગણવા તે વિદ્યાર્થીનીઓ સામે યૌન ઉત્પીડનની સમસ્યાનો ઉપાય નથી. પરંતુ સરકારે બાળકો માટેના કાયદાઓ અને કાયદા વ્યવસ્થાને મજબૂત કરવી જોઇએ. શાળાઓમાં યૌન શિક્ષાને પ્રેરિત કરવાથી તમામ બાળકો સાથે ખરાબ આચરણ રાખનાર લોકો સામે એક સારું પાસું છે. મેનેજમેન્ટ દ્વારા ઓનલાઇન શિક્ષણનું કડકાઇથી નિરીક્ષણ કરવું જોઇએ. જોકે ઓનલાઇન ક્લાસિસ માટે સરકારના કડક નિયમો બાળકોની ચારેબાજુ સુરક્ષિત દિવાલ બનાવવામાં ઉપયોગી થશે.
First published: