ન્યૂઝ 18 ગુજરાતી: શુક્રવારે સુપ્રિમ કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટરની નિયુક્તીના મુદ્દે ઉધડો લીધો હતો. કેન્દ્ર સરકારનો ઉધડો લેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈ જેવી સંસ્થામાં લાંબા સમય સુધી વચગાળાના ડાયરેક્ટર હોવા યોગ્ય નથી. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે સરકાર તાત્કાલિક અસરથી નવા ડાયરેક્ટરની નિયુક્તિ કરે.
સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ નવીન સિન્હા સમક્ષ કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એટર્ની જનલર કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે વડા પ્રધાનના વડપણ હેઠળની હાઇપાવર કમિટી શુક્રવારે મળનારી હતી અને તેમાં નવા ડાયરેક્ટરની નિયુક્તિ પર સહમતી સધાશે.
એનજીઓ કોમન કોઝ દ્વારા કરવામાં આપીલ પર સુનાવણી કરતા કોર્ટે એટર્ની જનરલ વેણુગોપલને જણાવ્યું હતું કે અમે ફક્ત એટલું જ કહી રહ્યાં છીએ કે તાત્કાલિક અસરથી સીબીઆઈમાં કાયમી ડાયરેક્ટરની નિમણૂક થાય.
એનજીઓ વતી વકીલ પ્રશાંત ભૂષણે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે સીબીઆઈ દ્વારા પાછલા અઠવાડીયામાં આશરે 40 અધિકારીઓની બદલી કરી દેવાઈ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર