Home /News /national-international /

સેનામાં જોડાવા મહિલાઓની પડાપડી, 100 જગ્યા સામે 2 લાખ અરજી

સેનામાં જોડાવા મહિલાઓની પડાપડી, 100 જગ્યા સામે 2 લાખ અરજી

પ્રતિકાત્મક તસવીર

સૈનિકની પોસ્ટ માટે સેનાએ મંગાવેલી અરજીઓમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 25 એપ્રિલથી ઑનલાઇન એપ્લીકેશન શરૂ થઈ હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી : પુરૂષ સમોવડી મહિલાનું સ્વપ્ન દેશમાં સાકાર થઈ રહ્યું છે. સેનાની પડકારજનક નોકરીમાં પણ મહિલાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. તાજેતરમાંજ સેના દ્વારા સૈનિકની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સેના દ્વારા મંગાવવામાં આવેલી 100 જગ્યા માટેની ઓનલાઇન એપ્લીકેશનમાં 2 લાખથી વધુ મહિલાઓએ આવેદન કર્યુ છે.

    અંગ્રેજી અખબાર ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સેના પહેલી વાર ટેરિટોરિયલ આર્મીમાં 'મહિલા પ્રોવોસ્ટ યુનિટ' તૈયાર કરવાની યોજના ઘડી રહી છે. આ યુનિટમાં બે ઑફિસર, ત્રણ જૂનિયર કમિશન્ડ અને 40 સૈનિક જોડાશે.

    આ પણ વાંચો :  સરકારે સંસદમાં રજૂ કર્યો ઇકનૉમિક સરવે, 7% વિકાસ દરનું અનુમાન

    2 લાખથી વધુ એપ્લીકેશન
    સેનાના અધિકારીના જણાવ્યા મુજબ 25મી એપ્રીલથી ઑનલાઇન એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 2 લાખથી વધુ મહિલાઓએ આવેદન કર્યુ છે. સૈનિકની પોસ્ટ માટેની આ ભરતી પ્રક્રિયા આ મહિનાના અંતમાં બેલગામમાં યોજાશે. સેનાની યોજના મુજબ આગામી 17 વર્ષમાં 1700થી વધુ મહિલાઓને અધિકારીથી નીચેની રેંકમાં ભરતી કરાશે. જેના અંતર્ગત દર વર્ષે 100 મહિલાઓને સેનામાં જોડવામાં આવશે.

    આ પણ વાંચો :  ધોનીની આ વાયરલ તસવીર જોઈને ચાહકોએ પણ અનુભવી પીડા!

    પોસ્ટીંગ ક્યાં થશે?
    સેનાના એક અધિકારીના જણાવ્યા મુજબ ટ્રેનીંગ બાદ મહિલાઓને જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટના આતંકવાદી પ્રભાવિત વિસ્તારોમાં પોસ્ટીંગ મળશે. અહીંયા તેમને ભીડને કાબુમાં રાખવા અને મહિલા પ્રદર્શનકારીઓને રોકવાની ડ્યૂટી સોંપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Employment, ભારતીય સેના, મહિલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन