ISRO Young Scientist Programme 2020: ઈસરોના 'યુવા વિજ્ઞાની કાર્યક્રમ' માટે આજથી કરો અરજી

News18 Gujarati
Updated: February 3, 2020, 3:06 PM IST
ISRO Young Scientist Programme 2020: ઈસરોના 'યુવા વિજ્ઞાની કાર્યક્રમ' માટે આજથી કરો અરજી
'યુવિકા-2020' રજિસ્ટ્રેશન કરવા માટે 24 ફેબ્રુઆરી છેલ્લી તારીખ, કયા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી?

'યુવિકા-2020' રજિસ્ટ્રેશન કરવા માટે 24 ફેબ્રુઆરી છેલ્લી તારીખ, કયા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી?

  • Share this:
નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Spance Research Organisation-ISRO)માં યુવા વિજ્ઞાની કાર્યક્રમ 'યુવિકા-2020' માટે આજે 3 ફેબ્રુઆરીથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્ટુડન્ટ્સ ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આજથી અરજી કરી શકે છે. તેમાં ઈસરો અમદાવાદ, બેંગલુરુ, તિરુવનંતપુરમ અને શિલોંગમાં 11 મેથી 22 મે સુધી દસ દિવસનો કાર્યક્રમ આયોજિત કરશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ જેવી ચીજો વિશે જાગૃત કરવાનો છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષ 2019થી સ્કૂલના બાળકો માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઈચ્છુક ઉમેદવાર આ કાર્યક્રમમાં સામેલ થવા માટે 24 ફેબ્રુઆરી સુધી ઓફિશિયલ વેબસાઇટ https://www.isro.gov.in/ પર જઈને અરજી કરી શકે છે.

અરજી કરવા માટે કોણ યોગ્ય?

જે સ્ટુડન્ટ્સે આઠમા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે અને નવમા ધોરણમાં ભણી રહ્યા છે તેઓ આ કાર્યક્રમાં સામેલ થવા માટે અરજી કરી શકે છે. તેના માટે CBSE/ICS કે કોઈ પણ રાજ્યના બોર્ડ સ્ટુન્ડ્સ અરજી કરી શકે છે. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે આઠમા અને દસમા ધોરણના સ્ટુડન્ટ આ કાર્યક્રમમાં સામેલ નહીં થઈ શકે.


આવી રીતે કરો અરજી- ઉમેદવારે સૌ પહેલા ઇસરોની વેબસાઇટ isro.gov.in જવાનું રહેશે.
- તેમાં ઑનલાઇન 'યુવિકા 2020' લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- આ લિંક અધિકૃત રીતે 3 ફેબ્રુઆરી 2020 સુધી ઓપન હશે.
- અહીં વિગતો ભરો અને સબમીટ કરી દો.
- ત્યારબાદ ફોર્મને સેવ કરીને રાખો જે આપને ભવિષ્યમાં કામ આવશે.

ઉમેદવારની પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી ઑનલાઇન રજિસ્ટ્રેશનના આધારે કરવામાં આવશે. તેના માટે 3થી 24 ફેબ્રુઆરી સુધી ઑનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. એવા વિદ્યાર્થી જેઓએ શૈક્ષણિક વર્ષ 2019-20માં ધોરણ-8 પાસ કર્યું છે અને ધોરણ-9માં ભણી રહ્યા છે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે યોગ્ય હશે.


દરેક રાજ્યના 3 સ્ટડન્ટ્સની પસંદગી થશે

યુવા વિજ્ઞાની કાર્યક્રમ 11થી 22 મે સુધી ઉનાળાના વેકેશનમાં આયોજિત થશે. અહીં વૈજ્ઞાનિક વ્યાખ્યાન આપશે અને અનુભવો બાળકોને જણાવશે. આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ પ્રયોગશાળાઓમાં અને ત્યાંની સુવિધાઓ જોઈ શકશે. સાથોસાથ વિશેષજ્ઞોની સાથે વિચાર-વિમર્શ માટે વિશેષ સત્ર, વ્યવહારિક અને ફીડબેક સેશન પણ સામેલ હશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સીબીએસઈ, આઈસીએસઈ અને રાજ્યના પાઠ્યક્રમો મેળવીને દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશથી ત્રણ સ્ટુડન્ટ્સની પસંદ કરવામાં આવશે. દેશભરતી પ્રવાસી ભારતીય નાગરિક (ઓસીઆઈ) અભ્યર્થીઓ માટે પાંચ અન્ય સીટો અનામત છે.

આ પણ વાંચો, ધોરણ-10 પાસ માટે HCLમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published: February 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading