રંજન ગોગોઇને SCના ચીફ જજ બનાવવા સામે અપીલ, બધુવારે સુનાવણી

News18 Gujarati
Updated: September 26, 2018, 8:48 AM IST
રંજન ગોગોઇને SCના ચીફ જજ બનાવવા સામે અપીલ, બધુવારે સુનાવણી

  • Share this:
ભારતના નવા ચીફ જજ તરીકે જસ્ટિસ રંજન ગોગોઇના નામની ભલામણ થઇ છે, એવામાં રંજન ગોગોઇને સુપ્રીમ કોર્ટના નવા ચીફ જજ બનાવવા મુદ્દે એક અપીલ કરવામાં આવી છે. આ અપીલ પર બુધવારે હાલના ચીફ જજ દિપક મિશ્રા સુનાવણી કરશે.

રંજન ગોગોઇ વિરુદ્ધ એડવોકેટ આપ પી લુથરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, તેઓએ જસ્ટિસ ગોગોઇ પર સુપ્રીમ કોર્ટની ન્યાયિક સુનાવણીના સંબંધમાં મીડિયા સાથે વાત કરી અન્યાયી કાર્ય અને ન્યાયિક ગેરકાયદેસરતા કરવાના દોષિત ગણાવાયા છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ એએમ ખાનવિલકર અને ડીવાઇ ચંદ્રચૂડની બેચે યાચિકાકર્તાને કોર્ટ માસ્ટ સમક્ષ મેંશન મેમો દાખલ કરવાનું કહ્યું છે.

રિપોર્ટ પ્રમાણે લૂથરાએ કોર્ટ સમક્ષ મામલાને રજૂ કરતાં અપીલ કરી કે કોર્ટે તત્કાલ આ મામલે સુનાવણી માટે તારીખ નક્કી કરવી જોઇએ. આ અંગે બેંચે કહ્યું કે રાહ જુઓ. તમે મેંશનિંગ મેમો આપો, અમે જોઇ લેશું.

યાચિતા દાખલ કરનાર એડવોકેટ સત્યવીર શર્માની સાથે લૂથરાએ પોતાની અપીલમાં કહ્યું કે તેઓ કાયદાના સવાલ પર ન્યાયની આશા રાખી રહ્યાં છે, એડવોકેટ્સે 12 જાન્યુઆરીએ કરવામાં આવેલી કોન્ફ્રેન્સની સામગ્રીના આધાર પર પોતાની દલીલ રજૂ કરી હતી. આ પ્રેસ કોન્ફ્રેન્સ સુપ્રીમ કોર્ટના 4 સીનિયર મોસ્ટ જજોએ બોલાવી હતી. જેમાં જસ્ટિસ ચેલમેશ્વર, રંજન ગોગોઇ, મદન બી લોકુર અને કુરિયન જોસેફ સામેલ હતા.

અપીલમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ચીફ જસ્ટિસને સંબોધીત એક ચીઠ્ઠીને પણ આધાર માની રહ્યાં છે, જે આ ચાર જજોએ મીડિયામાં સર્કુલેટ કરી હતી, કોર્ટે 4 સીનિયર મોસ્ટ જજોના આ કૃત્યને દેશની ન્યા વ્યવસ્થાને નુકશાન પહોચાડ્યું છે. તેઓએ કોર્ટના આંતરિક મામલાને લઇને દેશના નાગરિકો વચ્ચે હંગામા કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ અપીલમાં કહેવામાં આવ્યું કે યાચિકાકર્તા કેન્દ્ર સરકાર અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરફથી આ તમામ વસ્તુઓને અનદેખી કરવાને કારણે વ્યથિત છે. ગેરકાનુની અને ન્યાયપાલિકાના વિરોધમાં કરવામાં આવેલા આ કૃત્ય બાદ જસ્ટિસ રંજન ગોગોઇને ફટકાર લગાવવાના બદલે તેઓને ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે. અપીલમાં નવ નિયુક્ત રંજન ગોગોઇને ચીફ જસ્ટિસ નિયુક્ત કરવાના આદેશને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. હાલ 3 ઓક્ટોબરે ગોગોઇ ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જજ તરીકે શપથ લેશે.
First published: September 25, 2018, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading