કેજરીવાલે AAPની રેલીમાં રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું

News18 Gujarati
Updated: February 12, 2019, 3:37 PM IST
કેજરીવાલે AAPની રેલીમાં રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

આપનાં નેતા સંજય સિંઘે જણાવ્યું કે, અમે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આ રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યુ છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાનારી ‘તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો’ રેલી માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યુ છે. આ રેલી બુધવારે દિલ્હીમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે દેશનાં તમામ વિરોધ પક્ષો એકઠા થઇ રહ્યા છે. આ રેલી પણ તેનો જ એક ભાગ છે.

આપનાં નેતા સંજય સિંઘે જણાવ્યું કે, અમે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આ રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યુ છે.

સંજય સિંઘે જણાવ્યું કે, અને શરદ પવાર, શરદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનર્જી, એમ. કે. સ્ટાલિન, ચન્દ્રાબાબુ નાયડુને પણ આમંત્રણ આપ્યુ છે.

આ પણ વાંચો: રાફેલ ડીલ : રાહુલનો ફરી હુમલો, 'વડાપ્રધાન મોદીએ જ નિભાવી વચેટિયાની ભૂમિકા'

આમ આદમી પાર્ટી દ્વારા યોજાનારા કાર્યક્રમમાં એ દરેક નેતાઓ હાજર રહેશે જેઓ મમતા બેનર્જી દ્વારા યોજાયેલી રેલીમાં કોલકાતામાં હાજર રહ્યાં હતાં.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીને માત્ર હવે બે મહિના જ રહ્યા છે ત્યારે વિરોધ પક્ષો એક મંચ પર આવી રહ્યા છે અને મહાગઠબંધનનો ભાગ બની રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી રહ્યા છે.
Loading...

લૉબિસ્ટની જેમ કામ રહી રહ્યા છે રાહુલ, તેમને ઇન્ટરપોલનો ઇ-મેલ કેવી રીતે મળ્યો : રવિશંકર પ્રસાદ

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી માટે ગઠબંધનની વાતે જોર પકડ્યુ હતુ પણ આ વિશે હજુ કોઇ ચોખવટ થઇ નથી. આપ અને કોંગ્રેસ દિલ્હીમાં એક-બીજાનાં વિરોધીઓ છે.

આમ આદમી પાર્ટી હાલ દિલ્હીમાં સત્તા પર છે અને અરવિંદ કેજરીવાલ તેના મુખ્યમંત્રી છે.

રાફેલ મામલે રાહુલ ગાંધીનો ફરી હુમલો, 'PM મોદી ડીલમાં સીધા સામેલ હતા'
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...